કોરોના વોરિયર્સને પ્રોત્સાહિત કરવા GVK EMRI દ્વારા રાજ્યમાં ચિત્ર અને કાવ્ય સ્પર્ધા યોજાઈ
કોરોના વોરિયર્સને પ્રોત્સાહિત કરવા GVK EMRI દ્વારા રાજ્યમાં ચિત્ર અને કાવ્ય સ્પર્ધા યોજાઈ
સિહોર ૧૮૧ અભ્યમના કાઉન્સેલર દ્વારા ચિત્ર અને કાવ્ય દ્વારા કોરોના યોદ્ધાઓ માટે સંદેશ આપ્યો
વિશ્વમાં કોરોના એ તહેલકો મચાવી દીધો છે. ભારત દેશમાં પણ કોરોના વાયરસને લઈને મુકવામાં આવેલ ત્રીજો લોકડાઉન નો તબક્કો પણ હવે પૂરો થવાના આરે છે. કોરોના વોરિયર્સ તરીકે ફરજ નિભાવતા, પોલીસ, તબીબ, પેરા મેડિકલ, નર્સ,સફાઈ કર્મચારી, મીડિયા, પ્રશાશન, સાથે જ રાજ્યની GVK EMRI ના કર્મચારીઓનો જુસ્સો વધારવા તેમજ તેમના પરિવારનું પ્રોત્સાહન વધારવા GVK EMRI દ્વારા
વિકાસ શિયાળ પેઇન્ટર બોરડા તળાજા🖕 પેન્ટીગ
તેમના કર્મચારીઓ અને તેમના પરિવાર માટે ચિત્ર અને કાવ્ય લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 181 અભ્યમ મહિલા હેલ્પલાઇન અને 108 ઇમરજન્સી સેવાના કર્મચારીઓ અને તેમના પરિવાર દ્વારા સ્પર્ધામાં સહભાગી બનીને વિવિધ કોરોના વોરિયર્સ ના ચિત્રો દોરીને તેમની કામગીરીને પ્રોત્સાહિત કરી હતી અને કોરોના સામે લક્ષણ મેળવવા કાવ્ય રચના દ્વારા સંદેશો આપવામાં આવ્યો હતો. આ સ્પર્ધામાં સિહોર 181 મહિલા હેલ્પલાઇનની ટિમ પણ સહભાગી બની હતી. કામની સાથે ચિત્રો અને કાવ્ય રચનાઓ કરીને અભ્યમ ટીમના કાઉન્સેલર બહેનો દ્વારા કોરોના વોરિયર્સને બિરદાવ્યા હતા અને સાથેજ તેમના કામમાં પ્રોત્સાહન પુરા પાડતા તેમના પરિવારને પણ બિરદાવામાં આવ્યા હતા.