લોકડાઉનમાં ગુજરાતના મુખ્યમંત્રીની ગરીબવર્ગ અને ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરી

લોકડાઉનમાં ગુજરાતના મુખ્યમંત્રીની ગરીબવર્ગ અને ખેડૂતો માટે મહત્વની આજરોજ જાહેરાત કરવામાં આવી.

કોરોનાના પ્રકોપથી નાગરિકોને બચાવવા લોકડાઉનની જાહેરાત પ્રધાનમંત્રીએ કરી છે તે સ્થિતીમાં આવા નાના અને ગરીબ પરિવારોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે જીવન આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠામાં કે અન્ય કોઇ પણ આવશ્યક સેવાઓમાં ભવિષ્યમાં પણ કોઇ તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકાર પૂરી ગંભીરતાથી આયોજન કરી રહી હોવાનું ગુજરાત મુખ્યમંત્રીએ જણાવ્યું છે.

વડાપ્રધાને 21 દિવસ સુધી દેશને લોકડાઉન જાહેર કર્યા બાદ ગુજરાતમાં મજૂરી કરી જીવન નિર્વાહ કરતા પરિવારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. જોકે આ પરિવારો માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 21 દિવસ સુધી ગરીબ પરિવારોને મફતમાં વ્યક્તિ દીઠ 3.50 કિલો ઘંઉ, 1.50 કિલો ચોખા તથા કુટુંબ દીઠ 1 કિલો ખાંડ, 1 કિલો દાળ અને 1 કિલો મીઠુ મફતમાં આપવામાં આવશે.જેની જાહેરાત આજ રોજ કરી છે. જેનો અમલ 1લી એપ્રિલથી કરવામાં આવશે. 1લી એપ્રિલથી જેનો લાભ કારીગરો, ગરીબ, શ્રમજીવી સહિત કુલ સવા ત્રણ કરોડ લોકોને મળશે.
ગુજરાત સરકારે ખેડૂતોને પણ મોટી રાહત અપવામાં આવી કે લોન ભરવા માટે પણ ત્રણ મહિનાનો સમય આપવામાં આવશે

Translate »
%d bloggers like this: