સુરત ના ઓલપાડ ખાતે રવિવારના દિવસે શ્રી ઉત્તર ગુજરાત બેતાલીસ લેઉવા પાટીદાર સમાજ નો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. જેમાં પાટીદાર સમાજના પ્રમુખ તથા સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ હસમુખ ભાઈ પટેલ તથા ઓલપાડ ના ધારા સભ્ય મુકેશ ભાઈ પટેલ તથા સુરત જિલ્લા પંચાયત ના મહા મંત્રી સંદીપભાઈ દેસાઈ હાજર રહ્યા હતા.તથા સમાજ દ્વારા રેન્કિંગ વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કરવામાં આવ્યા હતા. અને સમાજ ના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો.અને સમાજના પુરૂષ અને મહિલા ઓએ પણ અલગ અલગ સ્પર્ધા માં ભાગ લીધો હતો. સમાજના પ્રમુખ હસમુખભાઈ પટેલ એ સમાજના વિદ્યાર્થીઓ ને આગળ વધવા માટે નુ માર્ગદર્શન આપ્યું હતું.

Translate »
%d bloggers like this: