‘વાયુ’ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે નહીં ટકરાય તેવી શક્યતા : સ્કાયમેટ


સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે વાયુ દરિયામાં આગળ વધતું રહશે, પરંતુ હાલ તે કેટેગરી-2 પ્રકારનું ભયાનક વાવાઝોડું છે, તે બદલીને કેટેગરી-1માં આવી શકે છે.

વાયુ’ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે નહીં ટકરાય તેવી શક્યતા રહેલી છે. ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે લો પ્રેશરમાંથી ભયંકર વાવાઝોડામાં પરિવર્તિત થયેલું ‘વાયુ’ વાવાઝોડું કદાચ ગુજરાતના દરિયાકાંઠા સાથે નહીં ટકરાય. વાયુ હાલ ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. જે રીતની પરિસ્થિતિ ઉભી થઈ રહી છે તેના પરથી એવું લાગી રહ્યું છે કે વાયુ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે નહીં ટકરાય પરંતુ પોરબંદર, દ્વારકા અને ઓખાના દરિયાકાંઠાની નજીકથી પસાર થશે.. શક્યતા છે કે કાંઠાના વિસ્તારમાં થોડી અસર જોવા મળે.

સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે વાયુ દરિયામાં આગળ વધતું રહશે, પરંતુ હાલ તે કેટેગરી-2 પ્રકારનું ભયાનક વાવાઝોડું છે, તે બદલીને કેટેગરી-1માં આવી શકે છે. જોકે, આ દરમિયાન હવાની ગતિ 135થી લઈને 175 કિલોમીટર પ્રતિ કલાક થઈ શકે છે.

PRATIK MISTRY SURAT

PRATIK MISTRY SURAT

PRATIK MISTRY 201 INDRALOK APP OPP SUB JILLA NEAR CHAMUNDA TEA ENTER BEHIND ICICI BANK UDHANA DRVAJA - SURAT 9913518710

Read Previous

સિગ્નલને આધારે નક્કી થતી હોય છે વાવાઝોડાની તિવ્રતા

Read Next

ડીસા તાલુકાના ટેટોડા ગામ ના ખેતર માંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો…!

Translate »
%d bloggers like this: