*શનિવારથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે, અત્યાર સુધી 87% વરસાદ*

આ વર્ષે અત્યાર સુધી રાજ્યમાં 87 ટકા વરસાદ પડી ચુક્યો છે. રાજ્યમાં ચોમાસાને વિદાયના હજી 45 દિવસ બાકી છે ત્યારે આ વર્ષે રાજ્યમાં 100 ટકા વરસાદ પડશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના કહેવા પ્રમાણે વરસાદી સિસ્ટમ હજુ સક્રિય હોવાથી દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં તેની અસર જોવા મળશે. જોકે, ધીમે ધીમે વરસાદની તીવ્રતામાં ઘટાડો નોંધાશે. આ વચ્ચે ઉત્તર ગુજરાતમાં વરસાદ ચાલુ રહેશે. શનિવારથી ચાર દિવસ સુધી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. આંકડાઓ તપાસમાં આવે તો આ વર્ષે અત્યાર સુધી રાજ્યમાં 87 ટકા વરસાદ પડી ચુક્યો છે. રાજ્યમાં ચોમાસાને વિદાયના હજી 45 દિવસ બાકી છે ત્યારે આ વર્ષે રાજ્યમાં 100 ટકા વરસાદ પડશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત બાદ રાજ્યમાં તબક્કાવાર દરેક વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો છે.

*શુક્રવારે ઉત્તર ગુજરાતમાં વરસાદ*

*શુક્રવારે ઉત્તર ગુજરાતના અરવલ્લી,* બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા જિલ્લામાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે શનિવારે ઉત્તર ગુજરાતની સાથે સાથે રાજ્યના બીજા સ્થળોએ પણ છૂટોછવાયો વરસાદ પડશે.

અરવલ્લી* ગુરુવારે અને શુક્રવારે પડેલા વરસાદ બાદ શામળાજીના મોટા કંથારીયા પાસે નાદરી નદીમાં ઘોડાપૂર આવ્યા છે. જે બાદ નાદરી શાળાના બાળકોને ખભે ઊંચકીને નદી પાર કરાવવામાં આવી હતી. રાજસ્થાન તરફથી તેજ પાણીનો પ્રવાહ આવતા નદી પરનો કોઝવે ફરી ધોવાઇ ગયો છે. જ્યારે ભિલોડાના વાઘેશ્વરી પાસેનો કોઝવે પણ ધોવાયો છે. વાઘેશ્વરીકંપા, કણજીદરા ગામોને જોડતા કોઝવેમાં ભંગાણ પડતા ભિલોડા સાથે ચાર ગામનો સંપર્ક કપાયો છે.

Translate »
%d bloggers like this: