આવતીકાલે યોજાનાર ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી

આવતીકાલે યોજાનાર ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાનાર આઈટીઆઈ સુપરવાઈઝર ઇન્સ્ટ્રકટરની પરીક્ષા મોકૂફ 

તા.11/08/19 ના રવિવારે યોજાનાર આઈટીઆઈ સુપરવાઈઝર ઇન્સ્ટ્રકટર જાહેરાત ક્રમાંક 170/201819 ઇલેક્ટ્રીકલ ગ્રુપ, જાહેરાત ક્રમાંક 177/201819 કોમ્પ્યુટર ગ્રુપ વર્ગ 3 સર્વાંગોની પ્રાથમિક તબક્કાની  સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા ભારે વરસાદના કારણે મોકૂફ રાખવામાં આવી છે.

પરીક્ષાના મોટાભાગના સેન્ટર અમદાવાદ અને ગાંધીનગર હોવાથી ત્યાં હાલ ભારે વરસાદના કારણે આજુબાજુના વિસ્તારમાં પાણી ભરવામાં કિસ્સાઓમાં સરકારશ્રીનો આ નિર્ણય ખરેખર આવકારદાયક ગણી શકાય.

પરીક્ષા મોકૂફ રાખવાની જાણ ઉમેદવારોને SMS દ્વારા કરવામાં આવશે અને ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે.

Translate »
%d bloggers like this: