ગુજરાત સરકારની તમામ વેબસાઈટો કાલથી ત્રણ દિવસ સુધી બંધ રહેશે..

ગુજરાત સરકારની તમામ વેબસાઈટો કાલથી ત્રણ દિવસ સુધી સદંતર બંધ રહેશે

ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ દ્વારા 2 ઓગષ્ટના રોજ પરિપત્ર બહાર પાડી તમામ કચેરીને જાણ કરવામા આવી..

રાજ્ય સરકારના ગાંધીનગર સ્થિત સ્ટેટ ડેટા સેન્ટર ખાતે મેઇન્ટેનન્સ અને અપડેશનના કારણે અને વધુ સારી સેવા આપવાના હેતુ સર 9 ઓગષ્ટ રાત્રે 8 વાગ્યા થી 12 ઓગષ્ટના રાતના 12 વાગ્યા સુધી સરકારની તમામ ઓનલાઈન વેબસાઇટ અને સેવાઓ બંધ રહેશે..

રાજ્ય સરકારના મહેસુલ, વાહનવ્યવહાર નિગમ જેવીકે GSRTC, RTO, ઓનલાઈન ભરતીના ફોર્મ માટેની OJAS વેબસાઇટ,  બોર્ડ, અને વિભાગો એમ મળીને કુલ અંદાજિત 300 જેટલી ઓનલાઈન વેબસાઈટ સેવાઓ બંધ રહેશે…કાલ શુક્રવારેથી ઓફિસ સમય બાદ આ સેવાઓ બંધ થશે એવું જણાવવામાં આવ્યું છે..સાથો સાથ રજા જેવો માહોલ હોવાથી લોકોને ઓછી પરેશાનીનો સામનો કરવો પડશે..

Translate »
%d bloggers like this: