ભરૂડી ટોલનાકે પિસ્તોલ કાઢી સીનસપાટા કરનાર પિતા-પુત્રને પોલીસે પકડી પાડયા લક્ઝુરિયસ ગાડીના નંબર પર પોલીસે વોચ ગોઠવી હોય હાઈવે પર પસાર થતા ઝડપાયા

ભરૂડી ટોલનાકે પિસ્તોલ કાઢી સીનસપાટા કરનાર પિતા-પુત્રને પોલીસે પકડી પાડયા લક્ઝુરિયસ ગાડીના નંબર પર પોલીસે વોચ ગોઠવી હોય હાઈવે પર પસાર થતા ઝડપાયા

ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે ભરૂડી ટોલનાકે બે દિવસ પહેલા રૂપિયા 40 નો ટોલ ટેક્સ ભરવા બાબતે લક્ઝુરિયસ ગાડીમાં આવેલા રાજકોટના સરકારી કોન્ટ્રાકટર પિતા-પુત્રે પિસ્તોલ કાઢી ટોલ કર્મચારીને જાનથી મારી નાખી ધમકી આપ્યાની ઘટના માં ગોંડલ તાલુકા પીએસઆઇ અજયસિંહ જાડેજા સહિતનાઓએ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને લક્ઝુરિયસ ગાડી GJ O3 KH 7176 નંબરની ગાડી પર વોચ ગોઠવી હોય રાજકોટ અમીનમાર્ગ ગુલાબવાટિકા સોસાયટીમાં રહેતા સરકારી કોન્ટ્રાક્ટર રાણા ભીખાભાઈ મારડિયા અને તેનો પુત્ર મંથન મારડિયા પસાર થતા તાલુકા પોલીસે ધરપકડ કરી લાયસન્સવાળી રિવોલ્વરથી કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂડી ટોલનાકે વાહન ચાલકો અને કોલ કર્મચારીઓ છે છાશવારે તકરારો સર્જાતી હોય જેના કારણે અન્ય વાહન ચાલકોને વિના વાંકે ટ્રાફિક જામની સમસ્યા ભોગવવી પડી રહી છે થોડા સમય પહેલા જ કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા ને પણ ટોલ કર્મચારીઓ સાથે તકરાર થવા પામી હતી..

અત્રે એ ઉલ્લેખનીય છે કે ટોલ નાકા પર મોટા ભાગના કર્મચારીઓ હિન્દી ભાસી અને આઉટ રાજ્યના હોય છે જે ગુજરાતી ભાષા પુરી રીતે સમજતા ન હોવાથી વાહન ચાલકો સાથે ના તેના વર્તન ને લઈ ને ટોલ નાકે વધુ પડતી માથાકુટ થતી હોય છે.

Translate »
%d bloggers like this: