પંચમહાલ માં મતદાર યાદીનો વિવાદસામે આવ્યું જિલ્લા કલેકટરને કરાઈ રજૂઆત

*પંચમહાલ માં મતદાર યાદીનો વિવાદસામે આવ્યું જિલ્લા કલેકટરને કરાઈ રજૂઆત*

ગોધરા-લુણાવાડા હાઈવે સાંપા રોડ એફ.સી.આઈ. પાસે અજગર પાર્ક નામની સોસાયટીનું અસ્તિત્વ નથી તેમ છતાં પાલિકાના વોર્ડ નંબર-૨ (વિભાગ ભાગ-૧) વિધાનસભા મતદાર યાદીમાં ૨૦૧૭માં સોસાયટી દર્શાવી છેલ્લા કેટલાક વર્ષોથી ખોટા દસ્તાવેજના આધારે ખોટી રીતે મતદાર યાદીમાં સમાવેશ કરવાની રજુઆત જીલ્લા કલેકટરને લેખિતમાં કરવામાં આવી છે.

ગોધરા-૧૨૬ વિધાનસભા મત વિભાગ ગુજરાતની મતદાર યાદી ૨૦૧૭ ભાગ નં.૧૩૦/૨૮૨માં ગોધરા-લુણાવાડા હાઈવે સાંપા રોડ એફ.સી.આઈ. ગોડાઉન પાસે અજગર પાર્ક સોસાયટીનું અસ્તિત્વ ના હોવા છતાં પાલિકાના વોર્ડ નંબર-૦૨ વિભાગ નંબર-૦૧માં ૧ થી ૨૨૪ મતદારો અજગર સોસાયટીના રહિશ દર્શાવવામાં આવ્યા છે. જ્યારે સાંપા રોડ એફ.સી.આઈ. ગોડાઉન વિસ્તારમાં અજગર સોસાયટી સ્થળ ઉપર અસ્તિત્વ ન હોય તેમ છતાં ખોટા દસ્તાવેજો ઊભા કરીને ખોટા રહેણાંકના પુરાવા ઊભા કરીને મતદારોના નામ મતદાર યાદીમાં સામે કરવામાં આવેલ છે. ગોધરા-૧૨૬ વિધાનસભા ભાગ નંબર-૦૧ ૧૩૦/૨૮૨ મતદાર યાદી સુધારા અનુસંધાને ૨૨ ડીસેમ્બરના રોજ બી.એલ.ઓ.ની હાજરીમાં મતદાર યાદીમાં દર્શાવેલ અજગર પાર્ક દર્શાવેલ સ્થળની રૂબરૂ મુલાકાત લેતાં સ્થળ ઉપર અજગર પાર્ક સોસાયટી આવેલ નથી. દર્શાવાયેલ સ્થળ ઉપર તપાસ કરતાં અજગાર પાર્ક સોસાયટી નથી પણ આ જગ્યા ઉપર ૧૨ રૂમો છે. તેમાંથી ૯ ગોડાઉન આવેલ છે. ત્યારે ખોટા દસ્તાવેજ ઊભા કરી મતદાર યાદીમાં નામો દાખલ કરવા બાબતે પંચમહાલ જીલ્લા કલેકટરને નરેશ રામનાણી દ્વારા લેખિત રજુઆત કરવામાં આવી.

*નગર પાલિકાની ચુંટણીમાં જીત મેળવવા બોગસ મતદારોની યાદી બનાવી હતી..*

ગોધરા નગર પાલિકાની ચુંટણીમાં મતદારો પોતાને એટલે ઉમેદવારને મત ન આપે તેવા અહેસાસ થાય ત્યારે ઉમેદવાર ચૂંટણી પહેલા મતદારોની યાદી તૈયાર કરી હોય તેમ જણાય છે.

*અજગર પાર્ક સોસાયટીના મતદારો અંગે ગત નગર પાલિકાની ચુંટણીમાં પણ ચર્ચાનો વિષય રહ્યો હતો..*

ગોધરા નગર પાલિકાની ચુંટણી ૨૦૧૫માં યોજાઈ હતી. તેવામાં વોર્ડ નં-૨માં ૨૨૪ મતદારો બોગસ હોવાનો ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો. આ બોગસ નામો એક રાજકીય વગદાર વ્યકિત એ નગર પાલિકામાં નખાવેલ હોવાનંું ચર્ચાએ સ્થાન લીધું હતું. તે ચુંટણીમાં આ બોગસ મતદારો અંગે રજુઆત અને હોહાપો પણ થયો હતો. પણ ચુંટણીમાં મતદારો એ બોગસ મતદાન કર્યુ હોય તેવું માની શકાય છે.

*૨૨૪ મતદારોની શોધ થશે ?*

જો મતદારો એ પોતે બે-બે ચુંટણી કાર્ડ બતાવ્યા હશે અને તેઓના નામ બે-બે જગ્યા એ ચાલુ હશે તો તેઓની સામે ફોજદારી રાહે પગલાં લઈ શકાય તેમ છે.

રિપોર્ટર :- સોહીલ શેખ પંચમહાલ

Translate »
%d bloggers like this: