ગોધરામાં સૌપ્રથમ રાષ્ટ્રીય કક્ષાનો કલા પ્રદર્શન / ભવ્ય બે કવિ સંમેલન / બાળકો માટે કલા વર્કશોપ

ઉડાન એજયુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ગોધરા આયોજિત રાષ્ટ્રીય કક્ષાનો ચિત્ર,શિલ્પ,કેલીગ્રાફી, લાઈવ પ્રોટેટ અને લાઈવ રંગોળી પ્રદર્શનનું સૌ પ્રથમ વખત ગોધરામાં આયોજન કરવામાં આવેલ છે. રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્ર્મમાં ગોધરાના આંગણે મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ગુજરાતનાં અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા,ગાંધીનગર, સિધ્ધપુર,બીલીમોરા,કડી, ઇડર,મોટેરા,હિંમતનગર,દાહોદ,સુરેન્દ્રનગર,આણંદ, મહેરપુરા અને ગોધરાના 45 કલાકારો પોતાની કલા 14 અને 15 ડિસેમ્બર 2019 ના રોજ રજૂ કરશે.

ઉલ્લેખનીય છે કે *રાષ્ટ્રીય કક્ષાના રંગો કી ઉડાન કાર્યક્રમમાં* આંતરરાષ્ટ્રીય કક્ષાએ કૃતિ રજૂ કરી એવોર્ડ મેળવનાર, ગુજરાતનાં ભાતીગળ કલાને દેશ વિદેશમાં કલા રજૂ કરનાર, શ્રેષ્ઠ કલા માટે ગોલ્ડમેડલિસ્ટ મેળવનાર , રાજયકક્ષાએ એવોર્ડ મેળવનાર વડીલ અને નવોદિત કલાકાર, રાષ્ટ્રીય કક્ષાએ રંગોળીમાં એવોર્ડ વિજેતા,લાઈવ સ્કેચ બનાવનાર,મિક્સ મીડિયામાં માહિર કલાકાર અને ગુજરાતનાં વિવિધ ફાઇન આર્ટ્સ કોલેજના યુવા કલાકાર હાજરી આપવાના છે.

બે દિવસ દરમિયાન મર્યાદિત *બાળકો માટે ઉડતે પંખ કાર્યક્ર્મ* અંતર્ગત કલા વર્કશોપનું આયોજન કરેલ છે.જેમાં રાષ્ટ્રીય કેલીગ્રાફી આર્ટિસ્ટ, ચિત્ર કલાકાર અને રંગોળી આર્ટિસ્ટ માર્ગદર્શન આપશે.

બે દિવસ દરમિયાન *શબ્દો કી ઉડાન કાર્યક્ર્મ* અંતર્ગત 14 તારીખે રાત્રે ભીનું સમયવન- મુશાયરો અને 15 તારીખે લીલી બપોર મુશાયરામા ગુજરાત રાજયના જાણીતા કવિઓ અને ગઝલકારો પોતાની રચનાઓનો સ્વાદ ગોધરાની કલા પ્રેમી જનતાને અર્પણ કરશે. પંચમહાલ જિલ્લાના નવોદિત સાહિત્યકારો માટે બીજા દિવસે સાહિત્ય વર્કશોપ અને સ્પર્ધા રાખેલ છે, જેમાં વિજેતા મિત્રોને સન્માનિત કરવામાં આવશે.

ઉડાનના પ્રમુખ અને સામાજિક કાર્યકર્તા અ.સિરાજ કે શેખ (દીલુ હાજી), સેક્રેટરી અને સાહિત્યકાર ફિરોઝખાન વાય પઠાણએ જણાવેલ છે કે કાર્યક્ર્મમાં હાજરી આપનાર તમામ રાષ્ટ્રીય કક્ષાના કલાકારો, રાજયકક્ષાના કવિ મિત્રો, કલા વર્કશોપ અને સાહિત્ય વર્કશોપમાં હાજરી આપનાર તમામને ઉડાન એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ગોધરા ટ્રોફી અને પ્રમાણપત્ર દ્વારા બીજા દિવસે સન્માનિત કરશે.

બીજા દિવસે રાજયના વિવિધ જિલ્લાના કલાકારોની કલાને પુસ્તકમાં રજૂ કરી લોકો વિવિધ કલા વિશે માહિતી મેળવે એવા ખાસ હેતુ સાથે *કલા ખુદા કી દેન હૈ પુસ્તક પેજ* ખુલ્લુ મૂકવામાં આવશે. ગોધરા શહેરમાં કલા અને સાહિત્યના ભવ્ય કાર્યક્રમોમાં નગરજનો આમંત્રણ આપતા હોદ્દેદારો આનંદ વ્યક્ત કર્યો હતો.

Translate »
%d bloggers like this: