ગીર-સોમનાથ જિલ્લામાં મતદાર વેરીફીકેશન અને મતદારયાદી સુધારણાં અભિયાન હાથ ધરાશે

ગીર-સોમનાથ જિલ્લામાં મતદાર વેરીફીકેશન અને મતદારયાદી સુધારણાં અભિયાન હાથ ધરાશે

ચૂંટણીપંચની માર્ગદર્શીકા પ્રમાણે થનાર કામગીરીની માહિતી આપતા કલેકટરશ્રી અજય પ્રકાશ

        ગીર-સોમનાથ તા. -૧૬, ચૂંટણીપંચની માર્ગદર્શીકા પ્રમાણે દરેક જિલ્લામાં મતદારયાદી સુધારણાં અને મતદાર નોંધણી વેરીફીકેશન કાર્યક્રમ થવાનો છે. તે મુજબ ગીર-સોમનાથ જિલ્લામાં પણ આ કામગીરી શરૂ કરવામાં આવી છે.

        કલેકટરશ્રી અજય પ્રકાશે આ સંદર્ભે જણાવ્યું હતું કે, તા. ૦૧/૦૧/૨૦૨૦ની લાયકાત તારીખે સંદર્ભ કરીને ખાસ સુધારણાં હાથ ધરાશે. મતદારો માન્ય આધાર રજૂ કરીને વેરીફીકેશન પણ ઓનલાઇન કરાવી શકશે. બી.એલ.ઓ. દ્વારા પણ મુલાકાત લઇને આ કામગીરી કરવામાં આવશે. આ મીટીંગમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી વિનોદ પ્રજાપતિ, સહાયક માહિતી નિયામકશ્રી નરેશ મહેતા, પત્રકાર મિત્રો, ચૂંટણીશાખાનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અમારી દરેક અપડેટ મેળવવા માટે નીચેના બેલાઇકોન પર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરો

 

Translate »
%d bloggers like this: