ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે ડાભોર રોડ ઉપર રહેતા ફરિયાદીની સગીર વયની 13 વર્ષની દીકરીને જૂનાગઢના સુખનાથ ચોકમાં રહેતા શકીલ નામના આરોપી દ્વારા અપહરણ કરવામાં આવેલા ની ફરિયાદ વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવતા, વેરાવળ પોલીસ દ્વારા જુનાગઢ પોલીસને જાણ કરવામાં આવેલ હતી

વેરાવળ પોલીસ દ્વારા જુનાગઢ પોલીસને જાણ કરવામાં આવતા, જુનાગઢ *જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* દ્વારા *ગુન્હાની ગંભીરતા ને ધ્યાને લઇ, આ ગુન્હામાં સંડોવાયેલ આરોપી તથા ભોગ બનનારને તાત્કાલિક શોધી કાઢવા સુચનાઓ* કરવામાં આવેલ હતી…_

💫 _જુનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ જુનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.બી. સોલંકી, પીએસઆઈ એન.જી. પરમાર તથા સ્ટાફના હે.કો. હમીરભાઇ, નાથાભાઈ, અલતાફભાઇ, પો.કો. રજાકભાઈ, પૃથ્વીરાજસિંહ, અજયસિંહ, હોમ ગાર્ડ સહિતની પોલીસ ટીમ દ્વારા તાત્કાલિક નાઈટ દરમિયાન જ માહિતી મેળવતા, બાતમીદાર દ્વારા મળેલ બાતમીના આધારે રેલવે સ્ટેશન પાસેથી *આરોપી શકીલ જમાલભાઈ માંડલિયા જાતે ખાટકી રહે. મતાવા વાડ, જૂનાગઢને ભોગ બનનાર સાથે રાઉન્ડ અપ કરી, પકડી પાડવામાં આવેલ* હતા. ગઇકાલે ગુન્હો દાખલ થયા બાદ વેરાવળ પોલીસ દ્વારા જુનાગઢ પોલીસને જાણ કરતા *ગણતરીના કલાકોમાં આરોપી શકીલ જમાલભાઇ તથા ભોગ બનનાર સગીર તરુણીને શોધી, વેરાવળ પોલીસ તથા સગીર તરુણીના માતા પિતાને જાણ* કરતા, તેઓ તાત્કાલિક જુનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આવી જતાં, આરોપી તથા ભોગ બનનારને *વેરાવળ પોલીસને કબ્જો સોંપવામાં આવેલ* હતો. અપહરણ થયા બાદ જુનાગઢ પોલીસ *તાત્કાલિક હરકતમાં* આવીને આરોપી તથા ભોગ બનનારને શોધી કાઢતા, *ભોગ બનનાર સગીર 13 વર્ષીય તરુણીના કુટુંબીજનોએ જુનાગઢ પોલીસનો આભાર માનવામાં આવેલ* હતો…_

💫 _ફરિયાદી પોતાની સગીર પુત્રી સાથે પહેલા જુનાગઢ ખાતે જ રહેતા હોય, આરોપી શકીલ દ્વારા પોતાની સગીર પુત્રીને મોબાઈલ લઈ આપતા, તેને સંબંધની જાણ થતાં, તેઓ પોતાના કુટુંબ સાથે વેરાવળ રહેવા જતા રહેલ હતા. જ્યાં પણ *આરોપીએ પીછો નહિ છોડતા, ભોગ બનનાર સગીરને લલચાવી ફોસલાવી અપહરણ* કરેલ પરંતુ, જુનાગઢ બી ડિવિઝન *પોલીસની સતર્કતાના કારણે આરોપી તથા ભોગ બનનાર તાત્કાલિક ગણતરીના કલાકોમાં હાથ આવી જાતા, વેરાવળ પોલીસ દ્વારા પણ હાશકારો* મેળવેલ હતો…_

Translate »
%d bloggers like this: