મોરચંદ ગામની સિમ માંથી ભારતીય બનાવટ ના વિદેશી દારૂની કુલ બોટલ નંગ-૩૯૦ કિ.રૂ. ૧,૧૭,૦૦૦/- નો જથ્થો ઝડપી પાડતી ઘોઘા પોલીસ
ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તથા ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ ની સૂચના અને ના.પો.અધિ. શ્રી એમ.એચ. ઠાકર સાહેબ ના માર્ગદર્શન હેઠળ દારૂ તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર બંધ કરવા સારૂ ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોઈ જેના અનુસંધાને ગત રાત્રીના ઘોઘા પોલીસ સબ ઇન્સ્પેકટર પી.આર.સોલંકી ઘોઘા પોલીસ સ્ટાફ સાથે નાઈટ પેટ્રોલિંગ માં હતા તે દરમિયાન હેડકોન્સ. એ.વી.ચુડાસમા ને મળેલ ખાનગી બાતમી હકીકત ના આધારે મોરચંદ ગામની સીમ વિસ્તારમાં સહદેવ સિંહ ગિરિરાજસિંહ ઉર્ફે ગિરુભા ની બંધ દુકાન માં રેડ કરતા બંધ દુકાન માથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કુલ
બોટલ નંગ-૩૯૦ જેની કુલ કિ.રૂ.૧,૧૭,૦૦૦/- નો મળી આવેલ અને આરોપી રેઇડ દરમ્યાન હાજર નહીં મળી આવતા મજકુર ઈસમ વિરૂધ્ધ પ્રોહી. એકટ તળે કાયદેસર કાર્યવાહી કરી ઘોઘા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
આ કામગીરીમાં ઘોઘા પો.સ.ઇ. પી.આર. સોલંકી ની સૂચના થી હે.કો. એ.વી.ચુડાસમા, હે.કો. ડી.ડી.લોમા, પો.કો. અનિલભાઈ હિંમત ભાઈ મકવાણા, પો.કો. મહેન્દ્ર ભાઈ ઓઢાભાઈ હરકટ તથા પો.કો. બહાદુરસિંહ બળવંતસિંહ ગોહિલ જોડાયા હતા