જીપીસીએલ ડમ્પિંગ સાઇટ મુદ્દે બાડી અને પડવા નાં ખેડૂતો તથા ગ્રામજનો દ્વારા કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરાઈ.

ઘોઘા તાલુકાના બાડી ગામે આવેલ GPCL કંપની દ્વારા લિગ્નાઇટ પ્રોજેક્ટ ચાલુ છે. ત્યારે કંપની દ્વારા માઇનિંગ કરી અને લિગ્નાઇટ કાઢવામાં આવે છે. માઇનિંગ નું ડમપિંગ કંપની દ્વારા હોઇદડ અને સુરકા ગામથી તેમજ બાડી પડવા ગામે ગામની નજીક કરવામાં આવ્યું છે. જે ડંપિંગ ની આજુબાજુમાં હોઇદડ, સુરકા,બાડી, પડવા સહિતના ગામ વચ્ચે આવેલ ગૌચરની તેમજ ખાનગી માલિકીની ખેતીની જમીન અચાનકજ કોઈ ભેદી ધડાકો થયા બાદ આપમેળે 25 થી 30 ફુટ જેટલી ઉપર આવી ગયેલ છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે જે ડંપીગ બનાવેલ હતું તે કોઈ કારણોસર અચાનક બેસી ગયો હતો જેનાં લીધે આ જમીન ઊપર આવી ગઈ છે તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું. જે અંગે રજૂઆત કરવા માટે બાડી, પડવા, હોઈદડ, સુરકા સહિતના ગામના ખેડૂતો આજે કલેકટર કચેરીએ દોડી આવ્યા હતા. અને આવેદનપત્ર પાઠવી પોતાની રજૂઆત કરાઇ હતી. જોકે કલેકટર દ્વારા તેમને બાંહેધરી આપવામાં આવી છે કે એક ટીમ મોકલી ત્યાં સર્વે કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

Translate »
%d bloggers like this: