અમરેલી જિલ્લાના રાજુલા ના GHCL ફાઉન્ડેશન વિકટર દ્રારા શ્રમિકો અને નબળા પરિવારને કિટ વિતરણ કરવામાં આવ્યું
અમરેલી જિલ્લાના રાજુલા ના GHCL ફાઉન્ડેશન વિકટર દ્રારા શ્રમિકો અને નબળા પરિવારને કિટ વિતરણ કરવામાં આવ્યું
રાજુલા તાલુકાના વિક્ટર મુકામે GHCL કંપની દ્રારા ચાલતા ગામ વિકાસના કાર્યક્રમો નાં ભાગ રૂપે આ વિસ્તારનાં ગામડાઓ માંથી ઘણા પરિવાર બહાર મજુરીકામ માટે બહાર શહેર તરફ જતા હોય છે હાલ સમગ્ર દેશમાં કોરોના વાઈરસની મહાબીમારીને લિધે લોક ડાઉન જેવી પરિસ્થીતી હોય જેથી આં પરિવાર પરત ફરેલ છે અને ગામમાં તેના જેવા નાના ખેડૂતો અને ગરીબ પરિવાર છે જેમની પાસે પોતાની ટુકી જમીનમાંચોમાસું પાક લઇ શકે અને પોતાના પરિવારની અનાજની સલામતી રહી શકે તે માટે કંપનીએ એક ઉમદા કાર્ય હાથ ધરેલ છે.
રાજુલા અને જાફરાબાદનાં ૮ જેટલા ગામોમાં હયાત મહિલા મંડળ અને ગામ આગેવાનો ને સાથે રાખી શ્રમિક,વિધવા અને આર્થિક રીતે નબળા, ટુકી જમીન હોય અથવા પોતાના ઘરની આસપાસ વાળો હોય તેવા ૧૨૫ પરિવારને પસંદ કરીને વરસાદ આધારિત ખેતીમાં ૧૯૦ કી.ગ્રા. બાજરી બિયારણ,૨૫૦ બેગ ઓર્ગેનીક ખાતર અને ૧૨૫૦ શાકભાજી બિયારણનાં પેકેટ આમ દરેક પરિવારને એક બીયારણ કિટ રૂપે આપવામાં આવેલ છે જેમાં ૧૦૦ કી.ગ્રા ઓર્ગેનીક ખાતર,૧.૫ કી.ગ્રા બાજરી અને ૧૦ પ્રકારના શાકભાજી બિયારણ આપવામાં આવેલ છે આ કાર્યનો મુખ્ય હેતુ ગામના નાનાં પરિવારને પોતાના પરિવાર પુરતું અનાજ અને શાકભાજી મળી રહે તે અને વધુ થાય તે ગામમાંજ વેચી શકે. સાથે સાથે ૧૩૫૦ જેટલા ફળાવ ઝાળનાં રોપાનું પણ વિતરણ કરવામાં આવેલ.
આ કાર્ય તારીખ ૩૦ જુને અને ૨ જુલાઈનાં રોજ સંપન કરવા સ્થાનિક મહિલા મંડળ ગામ આગેવાન તથા GHCL કંપનીનાં જી.એમ શ્રીજોશી સાહેબ, શ્રી અજિતકુમાર કોટેચા મેનેજર શ્રી રમેશભાઈ મકવાણા,આરીફભાઈ મજેઠીયા, ડો.રવિ સોલંકી તથા GHCL ફાઉન્ડેશન વિકટરની સંપૂર્ણ ટીમના પ્રયત્નથી કાર્ય કરવામાં આવેલ.
રિપોર્ટ.ભૂપત સાખટ