ગરુડેશ્વર APMC ના ચેરમેન તથા વાઇસ ચેરમેનની વરણી. ભાજપના બે આગેવાનો ની પેનલ વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો

ગરુડેશ્વર APMC ના ચેરમેન તથા વાઇસ ચેરમેનની વરણી. ભાજપના બે આગેવાનો ની પેનલ વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો. જયંતિ તડવી ચેરમેન અને કુંદન ભીલ વાઇસ ચેરમેન બન્ય
રાજપીપળા, તા.27
 નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે આવેલ એપીએમસીની ચૂંટણી બાદ ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ચેરમેન તરીકે જયંતીભાઈ તડવી અને વાઇસ ચેરમેન તરીકે કુંદન ભીલ ની વરણી કરવામાં આવે છે. જો કે આ ચૂંટણી ભાજપના જ બે આગેવાનો વચ્ચે ચૂંટણીનો જંગ ખેલાયો હતો. 
 અત્રે ઉલ્લેખનીય છે કે ગરુડેશ્વર તાલુકો બન્યા બાદ નાંદોદ  તાલુકામાંથી ગરુડેશ્વર તાલુકો છૂટો પડ્યા બાદ રાજપીપળા એપીએમસીમાંથી પણ ગરુડેશ્વર એપીએમસી અલગ બનાવી હતી જે અંગે 22 મી ના રોજ ગરુડેશ્વર એપીએમસીની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડ્યું હતું. ગરુડેશ્વર એપીએમસી ખાતે 7મી જૂને ચૂંટણી યોજાઈ હતી. જેમાં 8 બેઠકો માટે 16 ઉમેદવારો વચ્ચે બે પેનલો સામે સામે ટકરાઈ હતી. જેમાં ભારે રસાકસી ભરી ચૂંટણી યોજાઈ હતી. જેમાં કુલ 175 મતદારો પૈકી 173 મતદારોએ મતદાન કર્યું હતું. મતગણતરી દરમિયાન પરિણામ જાહેર થતા તેમાં નર્મદા જિલ્લા ભાજપ મહામંત્રી જયંતિ તડવીની પેનલ વિજય નીવડી હતી. એપીએમસીના ચેરમેન તરીકે ભાજપના મહામંત્રી જયંતિભાઇ તડવી અને વાઇસ ચેરમેન તરીકે કુંદન ભીલની વરણી કરવામાં આવી હતી. જેમને સભાસદોએ અભિનંદન પાઠવ્યા હતા. 
રિપોર્ટ:જ્યોતિ  જગતાપ, રાજપીપળા
Translate »
%d bloggers like this: