પોકેટ કોપ મોબાઇલ એપ્લીકેશનની મદદથી સુરત કાપ્રોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ મોટર સાયકલ સાથે એક ઇસમને ગારીયાધાર ખાતેથી ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ

પોકેટ કોપ મોબાઇલ એપ્લીકેશનની મદદથી સુરત કાપ્રોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ મોટર સાયકલ સાથે એક ઇસમને ગારીયાધાર ખાતેથી ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ

ભાવનગર શહેર તથા જીલ્લામાં મિલ્કત સંબંધી ગુન્હાઓ બનતા અટકાવવા માટે તથા બનેલ ગુન્હાનો ભેદ ઉકેલી કાઢવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌર સાહેબે હાથ ઘરેલ ઝુંબેશના ભાગ રૂપે એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર કે.બી.જાડેજા સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમી આધારે ગારીયાધાર, ફાચરીયા રોડ જવાના રસ્તેથી *આરોપી સોહિલભાઇ ઉસ્માનભાઇ કાજી ઉ.વ.૨૩ રહેવાસી નાના રાજકોટ તાલુકો મોટા લીલીયા જીલ્લો અમરેલી વાળાને* એક શંકાસ્પદ રજીસ્ટ્રેશન કાગળો વિનાના સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ નંબર પ્લેટ વગરનું એન્જીન નંબર HA10EFAHJ18718 તથા ચેચીસ નંબર

MBLHA10EZAHJ73499 વાળા સાથે મળી આવતા સદર મોટર સાયકલની એન્જીન, ચેચીસ નંબર આધારે પોકેટ કોપ મોબાઇલ એપ્લીકેશનથી તપાસ કરતા આ મોટર સાયકલ સુરત કાપોદ્રા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નંબર ૨૩૦/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબના ગુન્હાના કામે ચોરીમાં ગયેલ મોટર સાયકલ હોવાનું માલુમ પડતા મજકુર આરોપી પાસેથી મળી આવેલ મોટર સાયકલ કિ.રૂ।.૨૫,૦૦૦/- ગણી કબ્જે કરેલ છે અને આરોપીને પોલીસ નીગરાનીમાં તાબે લઇ ગારીયાધાર પોલીસ સ્ટેશન ખાતે સોપી આપી સુરત પોલીસને સોપવા તજવીજ કરેલ છે.


આ કામગીરી એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર કે.બી.જાડેજાસાહેબ ના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના હેડ કોન્સ. હરેશભાઇ ઉલવા તથા પોલીસ કોન્સ. ચિંતનભાઇ મકવાણા તથા દિલીપભાઇ ખાચર જોડાયા હતા.

Translate »
%d bloggers like this: