રાષ્ટ્ર પ્રેમી યુવાન રવિગિરિ ગોસ્વામી સંચાલિત ગરિમા ફાઉન્ડેશન એ ગારિયાધાર ગ્રામજનો ની ઉપસ્થિતિ માં ગારિયાધાર નગર પાલિકા ને સુયોગ્ય જગ્યાની ફાળવણી કરવા કરી સફળ રજુઆત.

ગારિયાધાર શહેર મધ્યે તાલુકાની જનતા, દરેક સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ, રાજકીય સંગઠનો અને ગામ સમસ્ત નિર્માણ થશે ભવ્ય શહિદ સ્મારક.

રાષ્ટ્ર પ્રેમી યુવાન રવિગિરિ ગોસ્વામી સંચાલિત ગરિમા ફાઉન્ડેશન એ ગારિયાધાર ગ્રામજનો ની ઉપસ્થિતિ માં ગારિયાધાર નગર પાલિકા ને સુયોગ્ય જગ્યાની ફાળવણી કરવા કરી સફળ રજુઆત.

જય ભારત સાથ જણાવવાનું કે અનેકતા માં એકતા અને વિભિન્ન રૂપોમાં અભિવ્યક્તિ એ ભારતીય સંસ્કૃતિની ઓળખ રહી છે અને સૌરાષ્ટ્રની ધરા એ સંત, સુર અને શૂરવીરોની ભૂમિ તરિકે ઓળખાય છે ત્યારે અનેક વર્ષોના સંઘર્ષ અને અનેક લડવૈયાઓના બલિદાન બાદ ભારત દેશ આઝાદ થયાના આવનારી 15 ઓગસ્ટના 73 વર્ષ પૂર્ણ થવા જઈએ રહ્યા છે

ત્યારે હજુ પણ આપણે અખંડ ભારત બનાવવા સંઘર્ષોના પડાવો પાર કરી રહ્યા છીએ જેમાં હાલમાં સમયાંતરે પાડોશી દેશો દ્વારા દેશને છંછેડવામાં આવી રહ્યો છે જેમનો ભોગ સરહદ પર ફરજ બજાવી રહેલા દેશના બહાદુર સૈનિકો પોતાના પ્રાણોની આહુતી આપીને બનતા હોઇ છે જેમનું દુઃખ તેમના પરિવારજનો ની સાથે દરેક સાચા ભારતીયના હૃદયમાં હોય જ છે.

શાહિદ થનાર સૈનિકોનું દુઃખ વ્યક્ત કરવા અને દેશના સ્વતંત્રતા સંગ્રામમાં પોતાના પ્રાણોનું બલિદાન આપનાર દરેક શહીદોની સમયાંતરે આવતી જન્મજયંતી અને પૂણ્યતિથી પર તેમના શ્રધ્ધાંજલી સાથે યુવાનોમાં દેશપ્રેમ અને જાગૃતિ લાવવાના શુભ આશયથી ગારિયાધાર ગામ સમસ્ત, ગામના સાથ સહકાર અને સહિયારા પ્રયાસોથી સુવ્યવસ્થિત આયોજન સાથે

અંદાજે 1000 થી 1500 ચો.ફૂટ જગ્યામાં શહિદ સ્મારક બનાવવા સમસ્ત ગારિયાધાર વતી ગરિમા ફાઉન્ડેશન ના પ્રેસિડેન્ટશ્રી અને ગરિયાધારના રાષ્ટ્રપ્રેમી યુવાન રવીગિરિ ગોસ્વામી એ શહેર મધ્યે સુયોગ્ય જગ્યાની ફાળવણી કરવા ગારિયાધાર નગર પાલિકા ને લેખિતમાં અરજી આપેલ.
અને વધુમાં જણાવેલ કે આ જગ્યાની દેખરેખ, માવજત અને સ્વમાન સાથે ગરિમા જાળવવાની જવાબદારી સંસ્થાની તેમજ સંસ્થા દ્વારા નિમણુંક થયેલ તટષ્ઠ અગ્રણીઓની કમિટી ની રહેશે.

આ તકે સંસ્થાના રવિગિરિ ગોસ્વામી એ સમસ્ત ગારિયાધાર તાલુકાની જનતાને, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ અને રાજકીય સંગઠનો એક થઈને આ દેશ ભકતીનું કાર્ય સૌના સાથ-સહકાર, તન-મન-ધન અને સહિયારા પ્રયાસોથી સંપન્ન થાય અને ગારિયાધારની ગરિમામાં એક યશકલગી રૂપ બને તેવી ઈચ્છા વ્યક્ત કરી વધુ માહિતી અને સહયોગ માટે તેમના નંબર 7016656043 અને 8000800056 પર સંપર્ક કરવા જણાવાયુ છે.

ગોસ્વામી રવિગિરી એમ.
પ્રેસિડેન્ટશ્રી : ગરિમાં ફાઉન્ડેશન

Translate »
%d bloggers like this: