સરકાર ના વિવિધ વિભાગોમાં અટકી પડેલી ભરતી પ્રક્રિયા પુનઃ શરૂ કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું

સરકાર ના વિવિધ વિભાગોમાં અટકી પડેલી ભરતી પ્રક્રિયા પુનઃ શરૂ કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું


ગારીયાધારના શિક્ષત બેરોજગાર યુવાનો દ્વારા ધણા લાબા સમયથી ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષા કોઈ કારણોસર અટકાવી દેવામાં આવી હોય અમુક ભરતી તો એવી છે કે જેમાં ઘણાં મહિનાઓથી તમામ ભરતી પ્રક્રિયા પુર્ણ થઈ ચુકી હોય ફક્ત નિમણુંક જ આપવાની બાકી હોય છતાં સરકાર દ્વારા કોઇ ધ્યાનદોરવામાં આવેલ ન હોય


અમુક ભરતીમા પરીક્ષાઓનુ નોર્ટીફિકેશન બહુ લાબા સમયથી આવી ચુકેલ હોય ભરતી પણ જાહેર થઈ ચુકી હોય અને સરકારી ઢીલાશને કારણે પરીક્ષા જ લેવાની બાકી હોય કોઇ

નિશ્ર્ચિત તારીખ પણ આપવામાં આવતી નથી જેથી ગુજરાતના અંદાજીત 40000 જેટલી જગ્યાઓ માટેની પ્રક્રિયા અલગ-અલગ તબક્કે અટકાવી દેવામાં આવેલ હોય જેના કારણે ગુજરાતના અંદાજે 15થી17 લાખ યુવાધન આજે બેરોજગારીના ઓછાયા હેઠળ જીવી રહ્યો છે શિક્ષત બેરોજગાર યુવાનોનુ ભાવિ

અત્યારે અધ્ધરતાલ થઈ રહ્યું છે અને છેલ્લા 2-3 વર્ષથી બેરોજગાર બેઠા હોય જેથી હવે અમોને અમારૂ ભવિષ્ય અંધકારમય લાગી રહ્યું છે અને ભુતકાળમાં સરકારશ્રી સમક્ષ અસંખ્ય રજુઆત કરેલ પણ પરિણામ શુન્ય જ

મળવાથી સરકારશ્રી સમક્ષ અમારી માગણીઓ વહેલીમા વહેલીતકે ધ્યાનમાં લેવામા નહિ આવે અને યોગ્ય ન્યાય આપવામાં નહીં આવે તો હવે અમારી રજૂઆત કરવાની હિંમત દાદ આવી ગયેલ છે આથી ઝડપી ન્યાય આપવામાં નહિ આવે કે ગંભીરતા પુર્વક લેવામાં નહિ આવે તો ના છુટકે શિક્ષિત બેરોજગાર યુવાનો ગાધીનગરખાતે ગાધીચિધ્ધા માર્ગે એકઠાં થઈ ન્યાય મેળવવાના રસ્તે ચાલશે તેવી માગ સાથે આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવેલ

Translate »
%d bloggers like this: