ગારીયાધારમા જોગર્સ પાર્કના નિર્માણના મુદ્દે ગુજરાત હાઇકોર્ટેમા દાખલ કરાઇ રીટ

ગારીયાધારમા જોગર્સ પાર્કના નિર્માણના મુદ્દે ગુજરાત હાઇકોર્ટેમા દાખલ કરાઇ રીટ

ગારીયાધાર નગરપાલિકા દ્વારા તાજેતરમાં શરૂ કરાયેલુ જોગર્સ પાર્ક મામલે દબાણ અંગેની જાહેર હિતની હાઇકોર્ટે ખાતે અપીલ કરવામાં આવી છે હાઈકોર્ટે દ્વારા6 લોકોને નોટિસ પાઠવવામાં આવી છે

ગારીયાધાર નગરપાલિકા દ્વારા લાબા સમયથી વિવાદો વચ્ચે ગારીયાધાર પાલીતાણા રોડ ખાતે જોગર્સ પાર્કનુ નિર્માણ ચાલી રહ્યું છે જોગર્સ પાર્કમા ઉપયોગમા લેવાયેલી જમીન રાજ્યના ધોરીમાર્ગનો ઉપયોગ થતો હોવાથી ગારીયાધારના અરજદાર પ્રવિણભાઈ ગોહિલ  દ્વારા હાઈકોર્ટમાં નગરપાલિકા દ્વારા

ગેરકાયદેસર દબાણ કરતા હોવાની જાહેર હિતની અરજી દાખલ કરવામા આવી છે
આ અરજીના અનુસંધાને હાઈકોર્ટે દ્વારા ગુજરાત સરકાર ભાવનગર કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી નાયબ કાર્યપાલક ઈજનેર નગરપાલિકા ચીફ ઓફીસર અને

નગરપાલિકાના પ્રમુખને નોટિસ આપી આગામી 25 ફેબ્રુઆરીએ હાજર રહેવાનું ફરમાન કર્યું છે
દબાણ કરવામાં આવેલી જમીન હોવા છતા પ્રમુખ અને ચિફ ઓફિસર દ્વારા નગરપાલિકા ની જમીન હોવાનું જણાવી સરકારી ગ્રાટનો દુર ઉપયોગ કરવા ખોટું પ્રમાણપત્ર આપવા અને બાધકામમા ફેરફાર કરી ખોટું બાધકામ કરવામાં આવ્યું છે જેમની પાસે વસુલવા માટે હાઈકોર્ટે ખાતે દાદ માગવામાં આવી છે
નગરપાલિકા પ્રમુખે જણાવ્યું હતું કે નગરપાલિકા દ્વારા લોકોના હિત ખાતે જોગર્સ પાર્કનુ નિર્માણ કરવામાં આવી રહ્યું છે જેની માર્ગ અને મકાન વિભાગ પાસેથી મંજુરી લેવાઈ છે તેવુ જણાઈ રહ્યું છે

Translate »
%d bloggers like this: