વિવાદિત પરીપત્ર કાઢનાર અધિકારી સામે ફરિયાદ નોંધાવા 24 કલાકનુ અલ્ટીમેટમ

વિવાદિત પરીપત્ર કાઢનાર અધિકારી સામે ફરિયાદ નોંધાવા 24 કલાકનુ અલ્ટીમેટમ
અનામત વર્ગ દ્વારા વિવાદિત પરીપત્ર કરનાર અધિકારી સામે ફરિયાદ નોંધાવા માટે 24 કલાકનો સમય મર્યાદા ફરીયાદી ચિરાગ પરીખે આપ્પો છે


અનામત વર્ગના સમર્થનમા સામાજિક એકતા જાગ્રુત મિશનના ચિરાગ પરીખે જણાવ્યું હતું કે 1/8/2018 નો પરીપત્ર કરનાર અધિકારી સામે ફરીયાદ નોંધાવા માટે સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ગત 15 ફેબ્રુઆરીના ગયા હતા તેમ છતાંય કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી આજે રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારી સમક્ષ આ મામલે રજૂઆત કરી છે અને ઠરાવ કરનાર જવાબદાર અધિકારી સામે સરકાર પોલીસ ફરિયાદ દાખલ કરે તે માટે અધિકારીઓને 24 કલાકનુ અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે આ તબક્કે તેમણે સ્પષ્ટતા કરી હતી કે સરકાર જો આ મામલે ફરિયાદ દાખલ નહીં કરાવે તો દિલ્હી રાષ્ટ્રીય અનુસુચિત જાતિ આયોગ મુખ્ય સચિવ અને જવાબદાર અધિકારી વિરુદ્ધ ફરિયાદ કરવાની ચિમકી ઉચ્ચારી હતી
અત્રે નોંધનિય છે કે અનામત અને બિન અનામત વચ્ચે ઠરાવ મામલે ચાલતા વિવાદ નો અંત આવ્યો હોવા છતા દિવસે ને દિવસે અવનવા મુદ્દા સરકાર સામે ચાલી રહ્યા છે જેના કારણે આજે એક નવો મુદ્દો ચર્ચાના એરણે રહ્યો છે

Translate »
%d bloggers like this: