રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના કોષાધ્યક્ષશ્રી પ્રવિણભાઈ ઝાલાનો નિવૃત્તવિદાય તથા નવનિયુક્ત આચાર્ય શ્રી કિરણભાઇ પાંધીનો સત્કાર કાર્યક્રમ વેળાવદર(ગારિયાધાર) મુકામે યોજાયેલ

રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના કોષાધ્યક્ષશ્રી પ્રવિણભાઈ ઝાલાનો નિવૃત્તવિદાય તથા નવનિયુક્ત આચાર્ય શ્રી કિરણભાઇ પાંધીનો સત્કાર કાર્યક્રમ વેળાવદર(ગારિયાધાર) મુકામે યોજાયેલ

ગારીયાધાર તાલુકાની વેળાવદર કેન્દ્રવર્તી શાળા તથા ગ્રામપંચાયતની યજમાનીમાં રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના કોષાધ્યક્ષ પ્રવીણભાઈ ઝાલાનો નિવૃત્તિ વિદાય કાર્યક્રમ તથા નવનિયુક્ત આચાર્યશ્રી કિરણભાઈ પાંધી સત્કારનો કાર્યક્રમ યોજાયેલ આ પ્રસંગે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા માનનીય શ્રી પ્રવીણભાઈ ઝાલાને શાલ પુષ્પગુચ્છ અને મોમેન્ટો અર્પણ કરી તેમને સન્માનવામાં આવેલ તેમજ આચાર્ય એવા કિરણભાઈ પાંધીને મોમેન્ટો અને શાલ આપી સત્કારવામાં આવેલ. આ પ્રસંગે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સૌરાષ્ટ્ર સંભાગના સંગઠનમંત્રીશ્રી મહેશભાઈ મોરી વિશેષ હાજર રહી બન્ને મહાનુભાવોનું અભિવાદન કરી ભવિષ્યમાં સમાજ ઉપયોગી કાર્ય કરવા આહવાન કરેલ.રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘના ભાવનગર જિલ્લા અધ્યક્ષ વિજયભાઈ આહિર તથા

જીલ્લાના મંત્રી રાજેન્દ્રસિંહ સોલંકી ઉપરાંત ગારીયાધાર શૈક્ષિક મહાસંઘની ટીમ અધ્યક્ષ શ્રી રમેશભાઇ પરમાર, ઉપાધ્યક્ષ શ્રી ચેતનભાઈ ગોધાણી જિલ્લા પ્રતિનિધિ ઝાલા દિનેશભાઈ સંગઠન મંત્રી શ્રી ડાયસંગભાઈ મકવાણા સહસંગઠન મંત્રીશ્રી નાગજીભાઈ પરમાર પ્રચારમંત્રી ચિરાગભાઈ પરમાર વરિષ્ઠ કોષાધ્યક્ષ શ્રી વિપુલભાઈ મકવાણા શ્રી ચિંતનભાઈ ખેની, શ્રી જયેશભાઈ શ્રી પ્રવીણભાઈ શ્રી ઘનશ્યામભાઇ તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહીને શ્રી પ્રવીણભાઈ તથા શ્રી કિરણભાઈ નું ભવ્ય સ્વાગત કરેલ આ વિસ્તારના માનનીય ધારાસભ્ય શ્રી કેશુભાઇ નાકરાણી સાહેબે કાર્યક્રમમાં હાજર રહી માર્ગદર્શન આપેલ તથા કારોબારી સમિતિના ચેરમેન ગોવિંદભાઈ મોરડીયા, દાતાશ્રીઓ સરપંચશ્રી તથા તાલુકા પંચાયતના સદસ્યશ્રી હાજર રહી શુભકામનાઓ પાઠવી.
પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગારીયાધારના અધ્યક્ષ એવા રાજ્યપાલ એવોર્ડ વિજેતાશ્રી રમેશભાઇ પરમારનું સન્માન કરવામાં આવેલ.
આ પ્રસંગે જિલ્લાના માનનીય પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબશ્રી મિયાણી સાહેબ દ્વારા શ્રી પ્રવીણભાઈ ઝાલા તથા શ્રી કિરણભાઈ ને શુભેચ્છા સંદેશ પાઠવેલ તેનું વાંચન કરવામાં આવેલ કાર્યક્રમને સફળ બનાવવા વેળાવદર પ્રાથમિક શાળાએ ભારે જહેમત ઉઠાવેલ.

રીપોર્ટ નિલેષ આહીર ઉમરાળા

Translate »
%d bloggers like this: