કરણી સેના દવારા મહારેલી નુ આયોજન 5 લાખ થી વધુ લોકોના ઊમટવાની શક્યતાઓ કરણી સેનાએ દવારા મહારેલી નું કરશે આયોજન ગાંધીનગર ખાતે યોજાશે મહારેલી

રાજપૂત કરણી સેના દવારા 4 મુદ્દે ગાંધીનગર ખાતે મહારેલી નુ કરવામાં આવશે આયોજન રાજ્યના તમામ ધર્મના લોકો રેલીમાં જોડાશે જેના મુદ્દે અમદાવાદ ખાતે પ્રેસ વાર્તા નું આયોજન કરવામાં  આવ્યું હતું

રાજપૂત કરણી સેના દ્વારા 15 ડિસેમ્બરે ગાંધીનગર ખાતે મહા રેલી નું આયોજન કરવામાં આવનાર છે જેને અનુસંધાને અમદાવાદ ખાતે આ રેલી ને લઈ ને પ્રેસ વાર્તા નું આયોજન કરવામાં આવ્યું હતું।  રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાજ શખાવતે જણાવ્યું હતું કે 15 ડિસેમ્બરે 4 મુદ્દાઓને ધ્યાનમાં લઈ ને આ મહારેલી નું આયોજન કરવામાં આવશે તેમજ આ મહા રેલી માં ભારત ભર માંથી સર્વ ધર્મ ના લોકો ઉપસ્થિત રહેશે અને આ રેલી બાબતે  કોર્પોરેશનમાંથી મંજૂરી મળી છે પરંતુ પોલીસ દ્વારા હજુ સુધી મંજૂરી આપવામાં નથી આવી જો પોલીસ પરમિશન નહી આપે તો 14 તારીખે કરણી સેના ગાંધીનગર રામકથા મેદાનમાં ઉપવાસ પર બેસશે તેમની આ મહા રેલી ગાંધી ચીંધ્યા માર્ગે છે પરંતુ જો પરમિશન આપવામાં નહિ આવે તો ભગતસિંહ ના માર્ગે આંદોલન કરવામાં આવશે. આ મહા રેલી માં 5 થી 7 લાખ લોકો હાજર રેહવાની  શક્યતાઓ રહેલી છે કરણી  સેના ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજ શેખાવત ના જણાવ્યા મુજબ 4 મુદ્દા જેમાં ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવી એટ્રોસિટી ના દુરપયોગ ને રોકવા, આરક્ષણ ની સમીક્ષા કરવી તેમજ બળાત્કારી મુક્ત ભારત દેશ બને તે અંગે ખાસ મહા રેલી નું આયોજન કરવામાં આવનાર છે. આ ઉપરાંત એટ્રોસીટી  એક્ટ ના દુરુપયોગને રોકવા માટે કડક કાયદો બનાવવામાં આવે જેમાં પૂર્ણ સાચી તાપસ કર્યા વગર કોઈ ની પણ ધરપકડ કરવી નહિ તેમજ એટ્રોસિટી કાયદામાંથી ધારા 18 હટાવવામાં આવે તેવું કરણી  સેનાએ જણાવ્યું હતું

Translate »
%d bloggers like this: