સામાજીક એકતા જાગૃતિ મિશન ની પ્રદેશ કારોબારી સમિતિ ની બેઠક ગાંધીનગર મુકામે યોજાઈ.

સામાજીક એકતા જાગૃતિ મિશન ની પ્રદેશ કારોબારી સમિતિ ની બેઠક ગાંધીનગર મુકામે યોજાઈ..!!*

વ્યવસ્થા પરીવર્તન ના ઉદ્દેશ્ય સાથે સામાજીક એકતા જાગૃતિ મિશન દેશ ના ઘણાં રાજ્યો માં કામ કરે છે.

આજ રોજ તારીખ 16/06/2020 ના દિવસે સર્કીટ હાઉસ ગાંધીનગર મુકામે સામાજીક એકતા જાગૃતિ મિશન ની ગુજરાત પ્રદેશ ની કારોબારી સમિતિ ની મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી. જેમાં વર્ષ 2020-2021 ના વર્ષ માટે નવા પદાધિકારીઓને નિમણુંકો આપવામાં આવી છે.

કારોબારી બેઠક માં સંગઠન ના રાષ્ટ્રીય સંયોજક એડવોકેટ કેવલસિંહ રાઠોડ મુખ્ય અતિથિ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત પ્રદેશ ના પ્રભારી સુશ્રી ભાવના રાઠોડ, અધ્યક્ષ સુશ્રી પાયલ હિંદુસ્તાની, મહાસચિવ સુશ્રી કિર્તી રાઠોડ, કાયદા સચિવ એડવોકેટ ધનવંતી જાદવ, નાણાં સચિવ સુશ્રી જાગૃતિ ઠક્કર, મીડિયા સચિવ સુશ્રી કાજલ ચાવડા, કાર્યાલય સચિવ સુશ્રી જશોદા પરમાર, ખાસ આમંત્રિત સદસ્ય સુશ્રી રેખા રાઠોડ, ખાસ આમંત્રિત સદસ્ય સુશ્રી દિક્ષિતા વાધેલા, પુર્વ સૌરાષ્ટ્ર ઝોન ના પ્રભારી એડવોકેટ કરશન રાઠોડ, પશ્વિમ સૌરાષ્ટ્ર ઝોન ના પ્રભારી શ્રી સુખદેવ રાઠોડ, મધ્ય ગુજરાત ઝોન ના પ્રભારી શ્રી પ્રિયાંક રોહિત, અસ્પૃશ્યતા નિવારણ શિબિર ના પ્રભારી શ્રી તુષાર સોલંકી, પુર્વ મહાસચિવ શ્રી ફરહાન સૈયદ, પુર્વ મહાસચિવ શ્રી ચેતન ઢુંઢીયા સહિત ના તમામ કારોબારી સદસ્યો, ઝોનલ કોર્ડીનેટરો તથા તમામ જીલ્લા ના અધ્યક્ષો ઉપસ્થિત રહ્યા હતા.

મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને પશ્વિમ બંગાળ ના પ્રભારી શ્રી ચિરાગ પરીખ અને રાજસ્થાન, પંજાબ, દમણ-દીવ અને દાદરા નગર હવેલી ના પ્રભારી શ્રી ભીમજી બેડવા પણ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

સામાજીક એકતા જાગૃતિ મિશન ની પ્રદેશ કારોબારી સમિતિ ની બેઠક માં નવા તમામ પદાધિકારીઓને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી, સાથે સાથે પ્રદેશ ના પુર્વ પદાધિકારીઓ તથા રાજ્ય ના તમામ ઝોન ના પ્રભારીઓને તથા તમામ જીલ્લા અધ્યક્ષો ની કામગીરી ની સમીક્ષા કરવામાં આવી હતી.

એક તરફ જ્યાં કેટલાક રુઢીવાદી લોકો મહિલાઓને કમજોર સમજી રહ્યા છે ત્યારે સામાજીક એકતા જાગૃતિ મિશન એ ગુજરાત પ્રદેશ નું એક માત્ર એવું સંગઠન છે કે, જેમાં કારોબારી સમિતિ નું સંપૂર્ણ સંચાલન અને રાજ્યવ્યાપી સંગઠન નું નેતૃત્વ સર્વ સમાજ ની મહિલાઓ જ કરે છે.

સર્વ સમાજ ના લોકો ના હિત ને ધ્યાન માં રાખી અને આજ ની બેઠક અંતર્ગત રાજ્ય માં અલગ અલગ કુલ છ આંદોલનો ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં અસ્પૃશ્યતા નિવારણ શિબિર, મજદુર અધિકાર સંમેલન, મહિલા સ્વાભિમાન સંમેલન, કિન્નર અધિકાર સભા, વિચરતી વિમુક્ત જાતિ કલ્યાણ સંમેલન, બિન અનામત અધિકાર સંમેલન અને સર્વ સમાજ ભાઈચારા સંમેલન જેવા કાર્યક્રમો રાજ્ય ના તમામ ગામડાંઓ અને શહેરોમાં ચલાવવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે.

આમ ઉપરોક્ત તમામ મુદ્દાઓને લઇ આવનારા દિવસોમાં રાજ્યના તમામ 33 જિલ્લાઓમાં વિવિધ કાર્યક્રમો આપવામાં આવશે, તે બાબતે આજની કારોબારી સમિતિમાં ઠરાવવામાં આવ્યું.

આજની બેઠકમાં અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, અન્ય પછાત વર્ગ, ધાર્મિક લધુમતી તેમજ સવર્ણ સમાજ ના આર્થિક રીતે ગરીબ લોકો ની સમસ્યાઓના ઉકેલ માટે ગ્રાસ રુટ લેવલ પર કામ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આજની મહત્વપૂર્ણ બેઠકમાં તમામ જીલ્લાઓના પ્રભારીઓ અને અધ્યક્ષો ને સામાજીક એકતા જાગૃતિ મિશન સંગઠન ના મિશન અને વિઝન વિશે વિસ્તૃત માહિતી અને સમજ આપવામાં આવી હતી.

સામાજીક એકતા જાગૃતિ મિશન સંગઠન એ ગુજરાત સિવાય મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પશ્વિમ બંગાળ, રાજસ્થાન, પંજાબ, દમણ-દીવ અને દાદરા નગર હવેલી સહિત ના રાજ્યો માં સમાજ પરિવર્તન નું કામ કરનારું મજબૂત સંગઠન છે.

હવે પછી ની પ્રદેશ કારોબારી સમિતિ ની બેઠક આવતા મહીને યોજવામાં આવશે..!!

આપની મિશનસાથી

સુશ્રી કાજલ ચાવડા
+919714964133
મીડિયા સચિવ, ગુજરાત પ્રદેશ

*જય ભારત..

Translate »
%d bloggers like this: