નેશનલ એવોર્ડ જીતનારી ‘હેલ્લારો’ અને ‘રેવા’ ગુજરાતી ફિલ્મને રૂપાણી સરકારે પુરસ્કારની કરી જાહેરાત

ગાંધીનગરઃ 66મા નેશનલ ફિલ્મ એવોર્ડમાં બે ગુજરાતી ફિલ્મો છવાઇ હતી. બેસ્ટ ફિચર ફિલ્મનો એવોર્ડ ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ને મળ્યો હતો જ્યારે  બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ ફિલ્મ ‘રેવા’ને મળ્યો હતો. એવોર્ડ જીતનારી ફિલ્મ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઇનામની જાહેરાત કરી હતી.  બેસ્ટ ફીચર ફિલ્મ’નો નેશનલ એવૉર્ડ જીતનારી ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ને રૂપિયા બે કરોડ અને ‘બેસ્ટ ગુજરાતી ફિલ્મ’નો એવૉર્ડ જીતનારી ‘રેવા’ ફિલ્મને રૂપિયા 1 કરોડનો પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા આ જાહેરાત ક્વૉલિટી બેસ્ડ ફિલ્મ એન્કરેજમેન્ટ પૉલિસી 2016 હેઠળ કરવામાં આવી છે.

Translate »
%d bloggers like this: