એ.સી.બી. સફળ કેસ-એક જાગૃત નાગરીક

આરોપી – (૧) નિલેષ કુમાર ખીમજીભાઈ સોસા, હિસાબી કલાર્ક, વગઁ- 3, મામલતદાર કચેરી, ગણદેવી,
જી. નવસારી, હાલ રહે. સી-૪, સરકારી વસાહત, જુના થાણા, નવસારી, મુળ રહે. બી- ૬૭, શાંતિકુજ સોસાયટી, અડાજણ, સુરત.

ગુનો બન્યા તા.૨૭/૧૨/૨૦૧૯

ગુનાનુ સ્થળ :- મામલતદાર કચેરી,
ગણદેવી, જી. નવસારી.

લાંચની માંગણીની રકમ :- ૫,૦૦૦/

લાંચમાં સ્વીકારેલ રકમ :- ૫,૦૦૦/

લાંચની રીકવર કરેલ રકમ :- ૫,૦૦૦/

ગુનાની ટુક વિગત :

આ કામના ફરીયાદી ના ભાઈ દ્રારા સને ૨૦૦૪ ની સાલમાં ગણદેવી તાલુકાના
દેવસર ગામમાં જમીન વેચાણ દસ્તાવેજ થી ખરીદ કરેલ હતી. જે જમીન ફરીયાદી ના બે ભાઈ તથા ફરી. ના પત્ની ના નામે ખરીદ કરવામાં આવેલ હતી. પરંતુ જે તે સમયે નમુના ૭ અને ૧૨ માં ફરી. ના એક ભાઈનુ નામ નોધાયેલ ન હોવાથી ફરી. ના ભાઈ દ્રારા સુધારા નોધ કરવા સારુ એક અરજી મામલતદાર કચેરી ગણદેવી ખાતે આપવામાં આવેલ હતી. જે અનુસંધાને ફરીયાદી આ કામના આરોપીને મળવા ગયેલ હતા. જેથી આરોપી દ્રારા ફરીયાદી પાસે રૂ. ૧૫,૦૦૦/- ની લાંચની માંગણી કરવામાં આવેલ અને રકજક ના અંતે રૂ. ૫,૦૦૦/- લાંચ પેટે આપવાનું નક્કી થયેલ. જે રકમ ફરીયાદી આરોપી ને આપવા માંગતા ન હોય જેથી ફરીયાદીએ નવસારી એ.સી.બી. નો સંપર્ક કરતા ફરીયાદ આપતા, જે ફરીયાદ આધારે લાંચનુ છટકુ ગોઠવતા આરોપી નાઓ ફરીયાદી પાસેથી રૂ. ૫, ૦૦૦/- ની લાંચ ની રકમ સ્વીકારતા પકડાય ગયા વિગેરે બાબત

ટ્રેપીગ અધિકારી –
શ્રી એ.વાય.પટેલ, પોલીસ ઇન્સ્પેકટર, નવસારી એ.સી.બી. પો.સ્ટે., નવસારી.

સુપર વિઝન અધિકારી :
શ્રી એન.પી.ગોહિલ, મદદનીશ નિયામક,
એ.સી.બી. સુરત એકમ, સુરત.

Translate »
%d bloggers like this: