ગણતરી ના કલાકો માં મો.સા.ચોરીના આરોપીને પકડી પાડતી ભરતનગર પોલીસ ટિમ.

મે.ડી.આઇ.જી.પી.શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા મે.એસ.પી.શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબ ની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક ભાવનગર ડીવીઝન ઈન્ચાર્જ શ્રી એમ.એચ.ઠાકર સાહેબ ના સીધા માર્ગદર્શન મુજબ ભરતનગર પો.સ્ટે.ના ઇન્ચાર્જ પો.ઇન્સ. એસ.એમ.સોલંકી તથા ડી.સ્ટાફ ની ખુબજ પ્રશનશનિય કામગીરી.

 

ગઈ તા:-22/08/2020 ના રોજ ફરિયાદી હનીફભાઈ ઇનુસભાઈ માલકાણી ઉ.વ-29 રહે-ભરતનગર મેમણકોલોની ભાવનગરવાળા એ એવા મતલબ ની ફરિયાદ લખાવેલ કે તેઓ એ તારીખ-21/08/2020 ના રાત્રીના પોતાના ઘર નિચે પોતાનું પ્લેટીના મો.સા.Gj4-AN-947 મુકેલ જે સવારે લેવા જતા મળિ આવેલ નહીં જેની કોઈ ઈસમ ચોરી કરી લઈ ગયેલ જે ફર્સ્ટ ગુ.ર.નં-1208/2020 ઈપીકો કલમ -379 મુજબ ના ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ પો.ઈન્સ શ્રી એસ.એમ.સોલંકી સાહેબે ડી.સ્ટાફ ના માણસો ને વહેલી તકે આરોપી તથા મુદ્દામાલ શોધી લાવવા સમજ કરતા

આજરોજ ચોરી અંગે પેટ્રોલીગ માં હતા તે દરમ્યાન

પો.કો ઈરફાનભાઈ અગવાન તથા પો.કો ભીખુભાઇ બુકેરા નાઓને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળેલ જે બાતમી આધારે ભરતનગર લાલબાપા ચોકડી પાસે આવતા બાતમી માં જણાવેલ ઈસમ ભરતનગર માલધારી ચોકડી બાજુ થી Gj4-AN-947 નુ ચલાવી લઇ આવતા તેને પકડી નામ-ઠામ પૂછતા

ભરતનગર પોલીસ સ્ટેશન નો હિસ્ટ્રિશીટર ઉસ્માનગની ઉર્ફે મુન્નો નૂરમહમદ નાળબંધ ઉ.વ-40 રહે-ભરતનગર મેમણકોલોની ઘર નં-1972 ભાવનગર વાળો ઉપરોક્ત મો.સા.કી. રૂ.-15,000/ ની સાથે મળી આવતા તેને અટક કરી આગળ ની તપાસ હાથ ધરેલ છે.

આ કામગીરીમાં I/C PI એસ.એમ.સોલંકી સાહેબની સુચનાથી Asi ડી.સી.ગોહિલ, H C એસ.આર.રાણા તથા ઈરફાનભાઇ આગવાન તથા ભીખુભાઇ બુકેરા તથાનરેશભાઈ વાજા, રાહુલભાઈ કંટારીયા તથા એ રીતે નાં પોલીસ સ્ટાફનાં માણસો જોડાયેલ હતા.

Translate »
%d bloggers like this: