આઈટીઆઈ ગઢડા ખાતે મહિલા સુરક્ષા અંગે વિવિધ સેમિનાર યોજાયો.

આઈટીઆઈ ગઢડા ખાતે મહિલા સુરક્ષા અંગે વિવિધ સેમિનાર યોજાયો.

આજ રોજ આઈટીઆઈ ગઢડા ખાતે મહિલા તાલીમાર્થીઓ માટે ” સ્ત્રી સુરક્ષા અંગે જેવીકે ઘરેલુ હિંસા, હિંસા પીડિત મહિલાઓની સમસ્યાના પરામર્શ તેમજ સમાધાન માટે ખૂબ જ ઉપયોગી અને ભવિષ્યમાં લગ્ન સંસાર મજબૂત બને અને નાની ઉંમરમાં કોઈ ખોટા પગલાં ના ભરે અને શક્ય તેટલો ઓછો સોશિયલ મીડિયાનો ઉપયોગ અંગે સકારાત્મક માહિતી અને ચર્ચાઓ કરી હતી.

તેમજ સરકારશ્રીની મહિલા સુરક્ષા અંગે મફત કાયદાકીય સહાય, પોલીસ સહાય, 181 અભયમ્ મહિલા હેલ્પલાઇન, પીડિત માટે હંગામી ધોરણે આશ્રય, વગેરે બાબતે સચોટ માહિતી આપી હતી.

આ કાર્યક્રમને સફળ બનાવા મહિલા પોલીસ કોન્સ્ટેબલ ઉષાબેન વેલાણી,   નીતાબેન પટેલ( પોલીસ બેઇઝડ સપોર્ટ સેન્ટર ગઢડા મહિલા કાઉન્સેલર) , ભાવનાબેન હિરાણી( સેન્ટર એડમિનિસ્ટ્રેશન, સખી વન સ્ટોપ સેન્ટર, બોટાદ) ,  ભાનુબેન કુમારખાણીયા( કેશ વર્કર, સખી વન સ્ટોપ સેન્ટર બરવાળા) , ગાયત્રીબેન મછાર( મહિલા વિવિધલક્ષી પ્રવૃત્તિ ગઢડા) તેમજ સંસ્થાના સ્ટાફે ખૂબ જહેમત ઉઠાવી હતી.

Translate »
%d bloggers like this: