ગઢડા ખાતે સુરક્ષા,સ્વચ્છતા, અને જળ સંગ્રહ જાગૃતા માટે  રેલીનું આયોજન કરવામાં આવ્યું

ગઢડા ખાતે સુરક્ષા,સ્વચ્છતા, અને જળ સંગ્રહ જાગૃતા માટે  રેલીનું આયોજન કરવામાં આવ્યું

આજ રોજ તારીખ 14/08/2019 ના રોજ બોટાદ જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી ના “સાવધાન બોટાદ” અને જે.સી. કુમારપ્પા મહાવિદ્યાલય તેમજ ભક્તરાજ દાદા ખાચર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ના એન. એસ.એસ. એકમના સંયુકત ઉપક્રમે ગઢડા શહેરના નાગરિકોમાં સુરક્ષા, સ્વચ્છતા, અને જળ સંગ્રહ ની જાગૃતતા આવે તે માટે એક રેલીનું આયોજન કરવામાં આવેલ. આ રેલી ગઢડા શહેરના રાજ માર્ગો પરથી પસાર થયેલ જેમાં એન.એસ એસ. ના સ્વયંસેવકો દ્વારા વિવિધ પ્રકારના હેંડી બેનરો દ્વારા લોકોનું ધ્યાન દોરેલ તેમજ સાથે સાથે સૂત્રોચ્ચાર,અને ઢોલ નગારા દ્વારા લોકોને જાગૃત કરેલ.

આ કાર્યક્રમને પ્રસ્થાન કરાવવા માટે ગઢડા પોલીસ સ્ટેશન ના પી.એસ.આઇ. શ્રી પ્રજાપતિ સાહેબ અને રાવળ સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા .સમગ્ર કાર્યક્રમ નું સંકલન એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર શ્રી શરદભાઈ પટેલ અને ડૉ. વિરેનકુમાર પંડ્યાસાહેબ દ્વારા કરવામાં આવેલ. રેલીની પૂર્ણાહુતિ પોલીસ સ્ટેશને રાખવામાં આવેલ જયા હાજર સૌ એન.એસ.એસ સ્વયંસેવકો અને નાગરિકોને પોલીસ સ્ટેશન ગઢડા દ્વારા આઇસ્ક્રીમ વિતરણ કરવામાં આવેલ. સૌના આભાર સાથે સાવધાન બોટાદ અને સ્વચ્છતા રેલીના કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવેલ.

Translate »
%d bloggers like this: