ગઢડા ભક્તરાજ દાદા ખાચર કોલેજ ખાતે મહિલા નેતૃત્વ અને મહિલા આરોગ્ય દિનની ઉજવણી કરવામાં આવી

ગઢડા ભક્તરાજ દાદા ખાચર કોલેજ ખાતે મહિલા નેતૃત્વ અને મહિલા આરોગ્ય દિનની ઉજવણી કરવામાં આવી

ગુજરાત રાજય મહિલા આયોગ અંતર્ગત ચાલતી નારી અદાલત ગઢડા દ્વારા ભક્તરાજ દાદા ખાચર કોલેજમાં મહિલા સશક્તિકરણ પખવાડિયાના પાંચમા દિવસ અંતર્ગત ” મહિલા નેતૃત્વ અને મહિલા આરોગ્ય દિનની ઉજવણી કરવામાં આવી..

જેમાં મુખ્ય અતિથિ તરીકે વુમન એમ્પાયર સંગીતાબેન દવે એ મહિલા સશક્તિકરણ વિશે ખૂબ સરસ માહિતી આપી..તેમજ બોટાદ નારી અદાલત તાલુકા કો-ઓર્ડીનેટર ઇલાબેન રાવલ દ્વારા નારી અદાલતના કર્યો વિશે વક્તવ્યો અને પ્રેઝન્ટેશન, તેમજ રાણપુર નારી અદાલત કો- ઓર્ડીનેટર ચંદ્રિકાબેન મકવાણા દ્વારા મહિલા નેતૃત્વ વલણ તેમજ , 181 અભયમ્ ટીમના જાનકીબેન, વન સ્ટોપ સખી મંડળના ભાવનાબેન, PBSC કેન્દ્રના અસ્મિતાબેન, મિશન મંગલમ તેમજ મહિલા વિકાસ NGOના પારૂલબેન, VMKK સભ્ય પારૂલબેન, ગાયત્રી અને જિલ્લા નારી અદાલત કો-ઓર્ડીનેટર રીનાબેન વાઘેલા, તેમજ સખી મંડળના બહેનો , મિશન મંગલમ સ્ટાફવઉપસ્થિત રહ્યા હતા.


તેમજ ગઢડા પોલીસ સ્ટેશનના બાહોશ મહિલા પોલીસ કોન્સ્ટેબલ ઉષાબેન વેલાણી દ્વારા મહિલાના ઘડતર વિશે વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું તેમજ ભક્તરાજ દાદાખાચર કોલજના આચાર્યશ્રી ડો.જનકસાહેબ તથા સ્ટાફ પરિવાર દ્વારા ખૂબ જહેમત ઉઠાવી હતી તેમજ આ કાર્યક્રમમાં ખૂબ બહોળી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ હાજરી આપી હતી..

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ગઢડા નારી અદાલત દ્વારા કરવામા આવેલું અને સંચાલન ભૂમિકાબેન સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું.

Translate »
%d bloggers like this: