બોટાદ ચાઇલ્ડ લાઇન દ્વારા પોષણ માસ અંતર્ગત ICDS ના સહયોગથી ગઢડા આંગણ વાડી નં.5 (ખાચર વાડી) ખાતે પોષણ માસ ની ઉજવણી કરવામાં આવી

તારીખ-21/9/20 સોમાવર ના રોજ બોટાદ ચાઇલ્ડ લાઇન દ્વારા પોષણ માસ અંતર્ગત ICDS ના સહયોગથી ગઢડા આંગણ વાડી નં.5 (ખાચર વાડી) ખાતે પોષણ માસ ની ઉજવણી કરવામાં આવી

જેમાં ચાઈલ્ડ લાઇન ની ટિમ દ્વારા કુપોષિત બાળકો ને ફ્રૂટ નું વિતરણ કરી તેમની માતાઓને વિવિધ કઠોળ,ફ્રૂટ, શાકભાજી વગેરે ની રંગોળી બનાવી ને પોષ્ટિક આહાર વિશે માહિતી આપી

તેમજ સરગવો,મીઠો લીમડો વગેરે ઉપયોગી વૃક્ષો નું વાવેતર કરી કિચન ગાર્ડન વિશે માહિતી આપી


આ કાર્યક્રમ માં ચાઈલ્ડ લાઈન ની ટિમ,આંગણવાડી કાર્યકર બહેનો,ગઢડા નારી અદાલત તાલુકા કો ઓર્ડીનેટર તેમજ ગઢડા સમાજ સંગઠન સદસ્ય હાજર રહ્યા હતા.
મહિલા અને બાળવિકાસ મંત્રાલય ભારત સરકારના નેજાં હેઠળ ચાલતી બોટાદ ચાઇલ્ડ લાઇન ૧૦૯૮ એ મુશ્કેલી માં મુકાયેલા બાળકો ની મફત હેલ્પલાઇન છે

Translate »
%d bloggers like this: