ગઢડા માં મહીલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત મહીલા બાળ પોષણ જાગૃતિ દિવસ ની ઉજવણી કરવામાં આવી .

મહીલા અને બાળ વિકાસ વિભાગ તેમજ ગુજરાત રાજ્ય મહીલા આયોગ ગાંધીનગર દ્વારા ચાલી રહેલ નારી અદાલત ગઢડા દ્વારા મહીલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત મહીલા બાળ પોષણ જાગૃતિ દિવસ ની ઉજવણી આંગણવાડી કેન્દ્ર નં.20/22 મા કરવામાં આવેલ .

જેમા લાભાર્થી ને પોષણ લગતા બાલ શક્તિ,બાલ ભોગ, બાલ અમૃતમ, પેકેટ વિતરણ કરવામાં આવેલ તેમજ નારી અદાલત ગઢડા દ્વારા બહેનોને માસ્ક વિતરણ કરેલ, નારી અદાલત પ્રચાર પત્રિકા વિતરણ કરી ,માતૃ શક્તિ, દિકરી વ્હાલી યોજના,વિધવા સહાય,લોન સહાય,વગેરે સરકાર શ્રી ની વિવિધ યોજનાકીય માહીતિ આપેલ તેમજ મહીલા સશક્તિકરણ વિશે સમજાવી મહીલા બાળ પોષણ જાગૃતિ દિવસ ની ઉજવણી કરવામાં આવેલ. જેમા આઈ.સી.ડી.એસ. ના સુપરવાઇઝર પરમાર મંજુલાબેન,નારી અદાલત ગઢડા ના સોલંકી ભૂમિકાબેન, પી.બી.એસ.સી. ના કુમારખાણીયા ભાનુબેન, વી.એમ.કે.કે. ના પારૂલબેન કંસારા, આંગણવાડી કાર્યકર, હેલ્પરબેન વગેરે હાજર રહ્યા હતા.આજ નો દિવસ જ “મહીલા બાળ પોષણ જાગૃતિ દિવસ ” વેબિનાર મોબાઈલ ના માધ્યમ થી નિહાળવા મા મદદ થયેલ. જેમા સોશિયલ ડિસ્ટન્સ જાળવી બહેનો ને માહીતગાર કરવામાં આવેલ હતા.

 

Translate »
%d bloggers like this: