ગઢડાના રામપરા પ્રા. શાળામાં બેટી બચાવો,બેટી પઢાવો અને વિશ્વ સ્તનપાન દિનની ઉજવણી કરવામાં આવી

ગઢડાના રામપરા પ્રા. શાળામાં “બેટી બચાવો , બેટી પઢાવો ” અને “વિશ્વ સ્તનપાન દિનની” ઉજવણી કરવામાં આવી.

ગઢડા તા.2/8/19
આ કાર્યક્રમના અનુરૂપ સી.ડી.પી.ઓ ધારાબેન જોષી દ્વારા બાળકોને છ માસ સુધી માતાના દૂધનું મહત્વ અને બાળકોને પોષણયુક્ત આહાર વિશે પ્રેઝન્ટેશન દ્વારા સચોટ સમજૂતી આપવામાં આવી.


તેમજ રામપરા ગામના આશા વર્કર બહેનો ખૂબ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને ” બેટી બચાવો બેટી પઢાવો” થીમ ને અનુરૂપ મુખ્યસેવીકા મોનિકાબેન ગામી દ્વારા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

તેમજ ગઢડા ” પોલીસ મિત્ર સહાયતા કેન્દ્ર” ના કાઉન્સેલર અસ્મિતાબેન પ્રજાપતિ દ્વારા સ્ત્રી ભ્રૂણ હત્યા, ઘરેલુ હિંસા, હિંસા પીડિત માટે કાયદાકીય સલાહ, 181 અભયમ્ મહિલા હેલ્પલાઇન વિશે અસરકાર માહિતી પ્રદાન કરેલી..

Translate »
%d bloggers like this: