ગઢડા ખાતે મહિલા સુરક્ષા દિનની ઉજવણી કરવામાં આવી

ગઢડા ખાતે મહિલા સુરક્ષા દિનની ઉજવણી કરવામાં આવી
આજ રોજ ગઢડાના જે.સી.કુમારપ્પા મહાવિદ્યાલય ખાતે મહિલા સશક્તિકરણ પખવાડિયા નિમિતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં સ્ત્રી ભ્રુણ હત્યા, ઘરેલુ હિંસા, અત્યાચાર અને સામાજિક અસમાનતા અંગે માર્ગદર્શન , મફત કાયદાકીય સલાહ, પોલીસ સહાય, 181 મહિલા અભયમ્ હેલ્પલાઇન, હિંસા પીડિત મહિલાના સમાધાન અને પરામર્શ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.

જેમાં  મહિલા  બાળ કલ્યાણ વિભાગ બોટાદના માર્ગદર્શન હેઠળ ગઢડા “પોલીસ સહાયતા  કેન્દ્ર ” (PBSC) ના કાઉન્સેલર અસ્મિતાબેન તેમજ નીતાબેન દ્વારા આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે ગઢડા તાલુકા વિકાસ અધિકારી શ્રીમહેશભાઈ, પીએસઆઈ શ્રી આર.કે.પ્રજાપતિ, તાલુકા પંચાયત પ્રમુખશ્રીવશરામભાઈ, નગર પાલિકા પ્રમુખ શ્રીમુકેશભાઈ હિહોરીયા, સી.ડી.પી.ઓ.
જયાબેન, વી.એમ.કે,પારુલબેન, મહિલા ASI નયનાબેન, મહિલા પોલીસ કોન્સ્ટેબલ ઉષાબેન વેલાણી, કોમલબેન તથા પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા. અને મહિલા જાગૃતિ અંગે વક્તવ્યો આપ્યા.
આ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન શ્રીરણજિતભાઈ ગોવાળિયા દ્વારા કરવામાં આવ્યું હતું.

Translate »
%d bloggers like this: