ગઢડા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવની પંચદિવસીય ઊજવણી કાલથી શરૂ થશે.

ગઢડા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવની પંચદિવસીય ઊજવણી કાલથી શરૂ થશે.

ભગવાન શ્રી સ્વામિનારાયણ પરાવાણીના અધ્યાત્મ ગ્રંથ વચનામૃતને આ વર્ષે 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે એ નિમિત્તે બી.એ.પી.એસ સંસ્થા દ્વારા તીર્થધામ ગઢડા ખાતે 6 માર્ચથી 10 માર્ચ સુધી ભવ્યતાથી બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજના સાંનિધ્યમાં વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.


જેમાં બ્રહ્મહસ્વરૂપ શ્રીમહંત સ્વામીના હસ્તે મંદિરના પ્રાંગણમાં માણકી ઘોડી પર બિરાજમાન ભગવાન સ્વામિનારાયણની 25 ફૂટ ઊંચી પ્રતિમા, તેમની સેવામાં અક્ષરબ્રહ્મહ શ્રી ગુણાતીતાનંદ સ્વામી અને તેમનું સ્વાગત કરતા ભક્તરાજ શ્રીદાદાખાચરની ભવ્ય કાસ્યપ્રતિમાંનું અનાવરણ તેમજ ભક્તરાજશ્રી જીવાખાચરના દરબારગઢ( મોટી ડેલી) નો જીર્ણોદ્ધાર કરવામાં આવશે. તેમજ મહોત્સવ સ્થળ શ્રી સ્વામિનારાયણ નગરનું ઉદ્દઘાટન અને નગરમાં શોભાયાત્રાનું અયોજન કરવામાં આવશે..જેની ગઢડામાં પુરજોશમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને હજારો હરિભક્તો સેવાઓ આપી રહ્યા છે.

Translate »
%d bloggers like this: