ગઢડાના રાજવીર પટગીરે ગુજરાત રાજ્ય અંડર-૧૪ માં જવલંત સિદ્ધિ મેળવી

ગઢડાના રાજવીર પટગીરે ગુજરાત રાજ્ય અંડર-૧૪ માં જવલંત સિદ્ધિ મેળવી
ગુજરાત રાજ્ય રમત ગમત અને યુવક સેવા સંસ્કૃતિ વિભાગ દ્વારા આયોજિત સ્કૂલ ગેઇમ અંડર -૧૪ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગુજરાત રાજ્યના 200 જેટલા ખેલાડીઓમાંથી 16 ખેલાડીની જામનગર ખાતે પસંદગીમાં કરવામાં આવેલી હતી. જેમાં ગઢડાના સેવાભાવી આગેવાન જયરાજભાઈ પટગીર પુત્ર  રાજવીર પટગીરની પસંદગી થવા પામી હતી.
રાજવીરે આજ રોજ મોરબી  રમાયેલી એક્સલ કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 106 બોલમાં 108 રન કર્યા હતા અને ટીમને વિજેતા બનાવવા મહત્વનો ફાળો આપ્યો હતો.
રાજવીર ડાબોડી ફાસ્ટ બોલર અને જમણેરી બેટ્સમેન અને ઓલરાઉન્ડર ખેલાડી છે. તેમના પિતા જયરાજભાઈ પ્રેસમીડિયા સાથે સંકળાયેલા છે અને “ગુજરાત સત્તા” અખબારના મેનેજિંગ તંત્રી પણ છે જેમણે તેમના કાર્યકાળ દરમિયાન ક્રિકેટ અને વોલીબોલ રમતોમાં પણ અવારનવાર ગઢડાને મહત્વની સફળતા અપાવેલી હતી.

Translate »
%d bloggers like this: