ગઢડા(સ્વા.)માં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં માનવમહેરામણ ઉમટી પડ્યું

ગઢડા(સ્વા.) શહેરમાં જગન્નાથજીની રથયાત્રા યોજાઈ

ગઢડા(સ્વા.) ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ જગન્નાથજીની રથયાત્રા ઉત્સાહભેર સમગ્ર શહેરના મુખ્ય માર્ગો પર  ફેરવવામાં આવેલી હતી..અને શહેરનું વાતાવરણ ” જય રણછોડ, માખણ ચોર”ના અવાજ સાથે ગુંજી ઉઠ્યું હતું..શહેરમાં ઠેર ઠેર સેવાભાવી લોકો દ્વારા પ્રસાદીના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા…

ઠેર ઠેર રથયાત્રાનું સ્વાગત કરવામાં આવેલું..અનેકવિધ વેશભૂષના પાત્રો પણ ભજવવામાં આવ્યા હતા.અને આ રથયાત્રા ગુજરાતની ત્રીજા નંબરની રથયાત્રા કહેવાય છે. અને આ રથયાત્રામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ- સંતો, રાજકીય અગ્રણીઓ અને નગરજનોએ હાજરી આપેલી…આને આ રથયાત્રાનો સફળ બનાવવા બોટાદ પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો…બોટાદ એસપી સાહેબે પણ રથયાત્રાના દર્શન કર્યા હતા..સમગ્ર શહેરના મુખ્ય માર્ગો પર પ્રયાણ કરી પાલખી વિરામ લેશે..

Translate »
%d bloggers like this: