ગઢડા તાલુકાના ઉગામેડી ગામ તથા લાખણકા ગામ વચ્ચે ફોરવ્હીલ ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૨૨૮ કિં.રૂા.૮૧,૩૦૦/- મળી કુલ મુદ્દામાલ કિં.રૂા.૧,૮૧,૮૦૦/- સાથે એક ઇસમને પકડી પાડતી ગઢડા પોલીસ ટીમ

*……………પ્રેસનોટ………….*
*તા.૦૬/૦૧/૨૦૨૦*

*ગઢડા તાલુકાના ઉગામેડી ગામ તથા લાખણકા ગામ વચ્ચે ફોરવ્હીલ ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૨૨૮ કિં.રૂા.૮૧,૩૦૦/- મળી કુલ મુદ્દામાલ કિં.રૂા.૧,૮૧,૮૦૦/- સાથે એક ઇસમને પકડી પાડતી ગઢડા પોલીસ ટીમ*

• ભાવનગર રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોક કુમાર યાદવ સાહેબ તથા બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબની બોટાદ જીલ્લામાંથી પ્રોહીબીશનની બદ્દી સંપુર્ણ પણે નાબુદ કરવાની સખત સુચના અન્વયે વિભાગીય પોલીસ અધિકારીશ્રી રાજદિપસિંહ નકુમ સાહેબના માર્ગદર્શન હેઠળ આજરોજ તા.૦૬/૦૧/૨૦૨૦ ના રોજ ગઢડા પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ.શ્રી આર.કે.પ્રજાપતિ તથા સ્ટાફના હેડ કોન્સ. ભગીરથસિંહ ગોહીલ તથા હેડ કોન્સ. હેમરાજભાઇ બારડ તથા પો.કોન્સ. કુલદિપસિંહ ગોહીલ તથા પો.કોન્સ. હરપાલસિંહ ગોહીલ તથા પો.કોન્સ. વિરમદેવસિંહ ગોહીલ એ રીતેના માણસો ગઢડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સ્ટાફના હેડ કોન્સ. ભગીરથસિંહ ગોહીલ તથા પો.કોન્સ. કુલદિપસિંહ ગોહીલ ની સંયુક્ત બાતમી આધારે લાખણકા ગામ તથા ઉગામેડી ગામ વચ્ચે રોડ ઉપર તતાણા જવાના કાચા રસ્તા પાસેથી શિવકુભાઇ જેઠસુરભાઇ કરપડા કાઠી દરબાર રહે.રેફડા ગામ તા.બરવાળા જી.બોટાદ વાળાની કબ્જા ભોગવટાની વેગનઆર ફોરવ્હીલ ગાડી નં. જી.જે.૦૩.જે.એલ.૭૨૫૯ માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ જેમાં પાર્ટી સ્પેશ્યલ ડીલક્ષ વ્હીસ્કીની બોટલ નંગ-૧૬૮ કિં.રૂા.૫૮,૮૦૦/- તથા મેકડોવેલ્સ નં.૧ સુપિરીયર વ્હીસ્કીની બોટલ નંગ-૬૦ કિં.રૂા.૨૨,૮૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧ કિં.રૂા.૫૦૦/- તથા વેગનઆર ફોરવ્હીલ ગાડી કિં.રૂા.૧,૦૦,૦૦૦/- મળી કુલ મુદ્દામાલ કિં.રૂા.૧,૮૧,૮૦૦/- સાથે પકડી પાડી સદરહું દારૂ પહોંચતો કરનાર મનુભાઇ ધાધલ કાઠી દરબાર રહે.વિરમગામ તથા સદરહું દારૂનો જથ્થો મંગાવનાર વિજયસિંહ ગોહીલ રહે.અલમપર તા.ઉમરાળા વાળાઓ વિરૂધ્ધ પો.કોન્સ. કુલદિપસિંહ ગોહીલએ સરકાર તરફે ફરીયાદ આપી પો.સબ ઇન્સ.શ્રી આર.કે.પ્રજાપતિએ આગળની તપાસ હાથ ધરેલ છે.

રિપોર્ટર. ઉમેશ. ગોરાહવા
લાઈવ ક્રાઇમ ન્યુઝ

Translate »
%d bloggers like this: