સુરક્ષા સેતુ અંતર્ગત ગઢડાની કેન્દ્રવર્તી શાળા નં-3ના વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી

સુરક્ષા સેતુ અંતર્ગત ગઢડાની કેન્દ્રવર્તી શાળા નં-3 દ્વારા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી

બાળકોમાં પોલીસ પ્રત્યેનો ડર દૂર થાય અને બાળકો ભવિષ્યમાં ગુના કરતા અટકે તે આશયથી સુરક્ષા સેતુ કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રવર્તી શાળા નં-3 ના બાળકોએ ગઢડા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી જેમાં ગઢડા પીએસઆઇ આર.કે.પ્રજાપતિ અને મહિલા કોન્સ્ટેબલ ઉષાબેન વેલાણી તેમજ ગઢડા પોલીસ સ્ટાફ દ્વારા શાળના બાળકોને પોલીસની કામગીરી જેવીકે FIR કઈ રીતે નોંધાઇ, વાયરલેસ દ્વારા તાલુકા અને જિલ્લામાં માહિતીની આપલે કઈ રીતે થાય, લોકઅપ અને હથિયાર અંગે માહિતી આપેલ હતી. જેમાં કેન્દ્રવર્તીશાળા નં-3ના શિક્ષિકા પરમાર હિરલબેન અને હિતેક્ષાબેન દ્વારા ખાસ જહેમત ઉઠાવવામાં હતી.

Translate »
%d bloggers like this: