ગઢડા આઈટીઆઈ માટે સ્પેશિયલ એસટી બસનો શુભારંભ

ગઢડા આઈટીઆઈ ખાતે એસટી બસનો શુભારંભ

 

ઘણા સમયની આઈટીઆઈની માંગણી અને લાગણીને અને આઈટીઆઈ સંસ્થાના તાલીમાર્થીઓના હિતને ધ્યાને લઈને ગઢડા એસટી ડેપોના મેનેજર સાહેબ દ્વારા માંગણી સ્વીકારી અને આજ રોજ તા.11/11/19 ના સોમવારે ગઢડા ડેપોથી આઈટીઆઈ સુધી બસ રૂટ સંસ્થાના સમય મુજબ આવવા-જવા માટે ફાળવવામાં આવ્યો..

આઈટીઆઈમાં આશરે 250થી વધારે તાલીમાર્થીઓ અભ્યાસ કરે છે જેને 3 થી 4 કિમી ચાલીને સંસ્થાએ અભ્યાસ માટે જવું પડતું હતું જેને કારણે ઘણી મુશ્કેલીઓ વેઠવી પડતી હતી..જેને ધ્યાને રાખીને આઈટીઆઈ સ્ટાફ અંગત રસ દાખવીને ગઢડા એસટી ડેપો મેનેજરને તેમજ ડીસી સાહેબને રજૂઆત કરેલ જે અંતર્ગત આજરોજ આ બસની ફાળવણી કરવામાં આવેલી.અને આ બસ અનકવર હરિપર ગામ સુધી લંબાવામાં આવી છે.જેનો ઉપાડવાનો સમય સવારે 9:40 અને સાંજે 4:10 કલાકે રહેશે.
સદર રૂટ માટે આજ રોજ ગઢડા મામલતદાર પીપળીયા સાહેબ, ડેપો મેનેજર પી.એમ.પટેલ સાહેબ તથા ટ્રાફિક કન્ટ્રોલર પી.પી.પરમાર, ગઢડા નગરપાલિકા પ્રમુખ પ્રતાપભાઈ, આઈ.ટી.આઈ પ્રિન્સિપાલ(ઇન્ચાર્જ) નાયી સાહેબ તથા સ્ટાફ પરિવાર, બોટાદ જિલ્લા પ્રમુખ સુરેશભાઇ ગોધાણી, ઇરફાનભાઈ ખીમણી, અમરશીભાઈ માણિયા તેમજ એસટી ડેપોના કર્મચારીઓ દ્વારા લીલી ઝંડી આપી બસને પ્રસ્થાન કરવામાં આવ્યું. તેમજ પધારેલ મહેમનોને મીઠાઇ વહેંચવામાં આવી હતી.

ગઢડા આઈ.ટી.આઈ સ્ટાફ અને તાલીમાર્થીઓએ ટિકિટ લઈને બસમાં મુસાફરી કરી હતી. આ બસ ચાલુ થવાથી તાલીમાર્થીઓએ અને આ રૂટના ગામડાના મુસાફરોએ હર્ષની લાગણી અનુભવી.

Translate »
%d bloggers like this: