ગઢડા ખાતે મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે ત્રિવિદ કાર્યક્રમ યોજાયા

ગઢડા ખાતે મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે ત્રિવિદ કાર્યક્રમ યોજાયા

ગઢડા નગરપાલિકા દ્વારા આજરોજ બીજી ઓક્ટોબર ગાંધીજયંતી અંતર્ગત મહાત્મા ગાંધીજીની 150 મી જન્મ નિમિત્તે ગઢડા ખાતે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું.

જેમાં જે સી કુમારપ્પા મહાવિદ્યાલય ખાતે સ્વચ્છતાના શપથ વિધિ તેમજ કાપડની થેલી નું વિતરણ કરવામાં આવ્યું જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી સુરેશભાઈ ગોધાણી, બી.એ. પી.એસ.સંસ્થા ના પ.પુ.આધ્યાત્મિક સ્વરૂપ સ્વામી તથા ગઢડા મામલતદારશ્રી પીપળીયા સાહેબ, તથા ચીફ ઓફિસરશ્રી વી.ડી.પરમાર, નગરપાલીકા પ્રમુખશ્રી મુકેશભાઈ હિહોરીયા તથા નગરપાલિકા ના સભ્યો તથા શહેરના આગેવાન રાજકીય આગેવાનો, લોક વિચાર મંચ, જાયન્ટ ગ્રુપ ઓફ ગઢડા, ગઢડા જગન્નાથજી રથયાત્રા સમિતિના પ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ત્યારબાદ શહેરની વિશાળ સ્વચ્છતા પદયાત્રા નું આયોજન કરેલ સ્વચ્છતા પદયાત્રામાં શહેરીજનોએ મોટી સંખ્યામાં જોડાયા અંદાજિત 1.5 થી 2 કિલોમીટર જેવી લાંબી લાંબી પદયાત્રા થયેલ તેમજ આગેવાનો તથા વિદ્યાર્થીઓ દ્વારા શ્રમદાન પણ કરવામાં આવ્યુ.

 

આજના આ કાર્યક્રમમાં શહેરની શૈક્ષણિક સંસ્થાઓ જે સી કુમારપ્પા મહાવિદ્યાલય ભક્ત દાદા ખાચર કોલેજ , એમ.એમ હાઇસ્કૂલ , ક.ર.વી.ગો. કન્યા વિદ્યાલય, ઔધોગિક તાલીમ સંસ્થા ના તમામ સ્ટાફ દ્વારા ખૂબ જહેમત ઉઠાવામાં આવી હતી. તેમજ વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Translate »
%d bloggers like this: