ગઢડામાં 12 વર્ષ બાદ જળઝીલણી એકાદશી નિમિત્તે ઠાકોરજીની પાલખી યાત્રા નીકળી , મુખ્યમંત્રીનાં હસ્તે પ્રસ્થાન કરાવામાં આવ્યું

ગઢડામાં 12 વર્ષ બાદ જળઝીલણી એકાદશી નિમિત્તે ઠાકોરજીની પાલખી યાત્રા નીકળી , મુખ્યમંત્રીનાં હસ્તે પ્રસ્થાન કરાવામાં આવ્યું.

બોટાદજીલ્લાનાં ગઢડાના જૂના મંદિરમાં ભાદરવી અગિયારસનાં દિવસે જળઝીલણીની એકાદશીની ઉજવણી કરવામાં આવી . જૂના મંદિરમાં આજે 12 વર્ષ બાદ એકાદશીની ઉજવણી કરવામાં આવી . આ એકાદશી નિમિત્તે  વાજતે ગાજતે ઠાકોરજી એટલે કે ભગવાન સ્વામિનારાયણની પાલખી યાત્રા નીકળી અને ઘેલા નદીમાં જળ જીલવા ગયા અને ત્યાં ઠાકોરજીની પાલખીને  નૌકા વિહાર કરવામાં આવી.

ઠાકોરજીની આ જળયાત્રાને મુખ્યમંત્રી દ્વરા  પ્રસ્થાન કરવામાં આવી અને CM દ્વારા પ્રાસંગિક પ્રવચન અને આરતી ઉતારવામાં આવી હતી.  છેલ્લાં 12 વર્ષથી આ વિવાદ ચાલી રહ્યો હતો. જેનાં કારણે આ મંદિરમાં જળઝીલણી અગિયારસની  ઉજવણી થતી ન હતી. ત્યારે હવે 12 વર્ષ બાદ ફરી આ યાત્રા નિકળી  ત્યારે આ કાર્યક્રમને લઈને પોલીસનો ચુસ્ત  બન્દોબસ ગોઠવાયો હતો.

એમ કહેવાય કે ભગવાન અષાઢ સુદી એકાદશીએ પોઢવા પધારે છે અને કારતક સુદી એકાદશીએ જાગ્રત થાય છે. પરંતુ ભાદરવા સુદી એકાદશીએ ભગવાન પડખું બદલી પરિવર્તન કરે છે. ત્યારે આ દિવસે નારાયણ ગાઢ નિદ્રામાંથી પોતાનું પડખું આનંદથી ફેરવે છે, એમ કહેવાય છે. એટલે આ એકાદશીને પાર્શ્વ પરિવર્તિની એકાદશી તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસે જળઝીલણી ઉત્સવની પરંપરા છે અને ભક્તો તેને હર્ષો ઉલ્લાસથી ઉજવે છે..

Avatar

Jignesh Kandoliya

Jignesh kandoliya Jignesh.omsai123@gmail.com Shihor - Bhavnagar - Gujarat

Read Previous

 महोबा में पीर बाबा की मजार तोड़ने गये अधिकारियों को हिंदू महिलाओं ने ही भगाया पीर बाबा पीर बाबा मजार में लिपट गयी

Read Next

Translate »
%d bloggers like this: