આઈટીઆઈ ગઢડા ખાતે ” ફિટ ઇન્ડિયા મુવમેન્ટ” થીમ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
- આઈટીઆઈ ગઢડા ખાતે ” ફિટ ઇન્ડિયા મુવમેન્ટ” થીમ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
રાષ્ટ્રીય ખેલ દિવસ 29 ઓગષ્ટ ના રોજ નવી દિલ્હી ,ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે માન. પ્રધાનમંત્રી દ્વારા “ફિટ ઇન્ડિયા મુવમેન્ટ” કાર્યક્રમનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતા. જેના ભાગરૂપે સમગ્ર ભારતમાં આ કાર્યક્રમનું દૂરદર્શન દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવેલું અને બાયસેગ દ્વારા આઈટીઆઈ ગઢડાના તાલીમાર્થીઓને આ કાર્યક્રમ લાઈવ બતવવામાં આવ્યો હતો.
અને ત્યાર બાદ સંસ્થાના ફોરમેન એમ.એન.નાયી દ્વારા તાલીમાર્થીઓને જીવનમાં રમત ગમત વિશે મહત્વ સમજાવ્યું હતું. - જેમાં સંસ્થાના પ્રિન્સિપાલ એસ.એન.શાહ દ્વારા રાષ્ટ્રીય ખેલ દિવસે તમામને ફિટનેસ શપથ લેવડાવ્યા હતા. તેમજ સંસ્થાના પીપીપી પાટર્નર દાના કંપની દ્વારા તાલીમાર્થીઓ માટે “ફાયર સેફટીનો” સેમિનાર પણ યોજાયો હતો.
- જેમાં સંસ્થાના સ્ટાફ તથા તાલીમાર્થીઓએ ઉત્સાહ પૂર્વક જોડાયા હતા.