જીવીત હોવા છતાં તેને મૃત બનાવી તેનો ખોટો મરણનો દાખલો બનાવી ખોટું પંચકયાસ કરી ખોટું પેઢીનામું કરતાં પોલ ખુલી

આમલેથા ગામે પતિ-પત્ની જીવીત હોવા છતાં તેને મૃત બનાવી તેનો ખોટો મરણનો દાખલો બનાવી ખોટું પંચકયાસ કરી ખોટું પેઢીનામું કરતાં પોલ ખુલી.
 મિલકતમાંથી ફરીયાદીનું નામ કમી કરાવી ખોટો રેકોર્ડ બનાવતા આરોપી સામે છેતરપિંડીની પોલીસ ફરિયાદ થી  ચકચાર
રાજપીપળા,  તા.23
 જર જોરૂ ના જમીન ત્રણ કજિયાના ખોરું, એ આ કહેવતને સાર્થક કરતી ઘટના નાંદોદ તાલુકાના આમલેથા ગામે બનવા પામી છે, આમલેથા ગામે રહેતા પતિ-પત્ની જીવીત હોવા છતાં તેને મૃત બનાવી ખોટો મરણનો દાખલો બનાવી ખોટું કયા કરી ખોટું પેઢીનામું કરવાનું ષડયંત્ર રચતા મિલકતમાંથી ફરીયાદીનું નામ કમી કરાવી ખોટો રેકોર્ડ બનાવતા આરોપી સામે છેતરપિંડીની પોલીસ ફરિયાદ આમલેથા પોલીસ મથકે નોંધાઈ છે. 
 જેમાં ફરિયાદી રામુભાઈ ભાઈલાલભાઈ વસાવા (રહે ઉત્સવ એપાર્ટમેન્ટ,  નવા વાડજ,  અમદાવાદ, મૂળ રહે. આમલેથા) એ આરોપી વિનોદભાઈ મણિલાલભાઈ વસાવા (રહે આમલેથા) સામે ફરિયાદ નોંધી છે. 
  ફરિયાદની વિગત અનુસાર આરોપી વિનોદભાઈએ આમલેથા ગામના ફરિયાદી રામુભાઈ જીવીત હોવા છતાં તેઓ તેનું મરણ નો ખોટો બતાવી તથા ફરિયાદી રામુભાઈ ની પત્ની તારીખ.8-9-2010 ના રોજ મૃત્યુ પામી હતી અને તેઓ તા.05-02-2003ના રોજ ખોટો મરણનો દાખલો બતાવી બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી ખોટું પંચકયાસ કરી તથા ખોટું પેઢીનામું કરાવી આમલેથા ગામની સીમમાં આવેલ આવેલ ખાતા નંબર 314 જુના સર્વે નં.130 તથા જુનો સર્વે 
નં.527 નવો સર્વે નં.133 તથા જુનો સર્વે નં.419, નવો સર્વે ન. 298 તથા જુનો સર્વે નં.494, નવો સર્વે નં.114 તથા જુનો સર્વે  નં.(વાડા નંબર) નવો સર્વે નં. 494 વાળી મિલકતમાંથી ફરિયાદી રામુભાઈનું નામ કમી કરાવી ખોટું  રેકોર્ડ બનાવી તે ખોટું હોવાનું જાણવા છતાં તેઓ તેનો ખરા તરીકે ઉપયોગ કરી ગુન્હો કરતા પોલીસે કાયદેસરની હારી કાર્યવાહી હાથ ધરી  છે. 
 રિપોર્ટ: જ્યોતિ  જગતાપ,  રાજપીપળા
Translate »
%d bloggers like this: