જિલ્લાના ખેડૂતો માટે ફેરોમેન ટ્રેપનું ૫૦% સબસીડીના ધોરણે વેચાણ કરાશે

જિલ્લાના ખેડૂતો માટે ફેરોમેન ટ્રેપનું ૫૦% સબસીડીના ધોરણે વેચાણ કરાશે

ભાવનગર, તા.૨૯ : સર્વે ખેડુત મિત્રોને જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી ભાવનગર દ્વારા જણાવાયું છે કે નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ અંતર્ગત કેન્દ્ર પુરસ્કૃત અને રાજ્ય સરકાર દ્વારા અમલી ખેતીવાડી શાખાની વિવિધ સહાયકારી યોજનાઓમાં વિવિધ ઘટકો જેવા કે નીમ ઓઇલ, ગૌણ અને સુક્ષ્મ તત્વો તથા કપાસમાં ગુલાબી ઇયળના નિયંત્રણ માટે ફેરોમેન ટ્રેપ વગેરેનું ૫૦% સબસીડીના ધોરણે વેચાણ શરૂ થનાર છે જે તે તાલુકાને ફાળવેલ નાણાંકીય લક્ષ્યાંકની માર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે ખેડુત ખાતેદારોને આપવાના થાય છે.

ઉપરોક્ત ઘટકોમાં લાભ લેવાની ઇચ્છા ધરાવતા ભાવનગર જિલ્લાના તમામ ખેડુત ખાતેદારોને આપના ગામના ગ્રામસેવક(ખેતી) અથવા તાલુકાના વિસ્તરણ અધિકારી (ખેતી)નો તાત્કાલીક સંપર્ક કરી આપનું નામ નોંધાવવા જિલ્લા ખેતીવાડી અધિકારી, ભાવનગર દ્વારા ભલામણ કરવામાં આવે છે. સદર યોજનાનો લાભ લેવા આપે ગ્રામસેવક (ખેતી) પાસે અરજી કરી સાથે જરૂરી આધાર પુરાવા જેવા કે ખેડુત ખાતેદારનો ૮-અ, આધાર કાર્ડ અને બેંક ખાતાની પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક રજુ કરવાના રહેશે.
અહેવાલ :- પી.ડી ડાભી તળાજા ભાવનગર

gf

Translate »
%d bloggers like this: