વિધાર્થીઓમા ગ્લોબલ વોર્મિંગ ની સમસ્યા સામે પરિઆવરણ જાગૃતિ આવી
સાગબારા નવરચના માધ્યમિક અને ઉચ્ચતમ માધ્યમિક શાળા માં વિધાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ દ્વારા 500 રોપા ઓનુ વૃક્ષારોપણ
વિધાર્થીઓમા ગ્લોબલ વોર્મિંગ ની સમસ્યા સામે પરિઆવરણ જાગૃતિ આવી
રાજપીપળા, તા 27
નર્મદા ના સાગબારા ખાતે આવેલ નવરચના માધ્યમિક અને ઉચ્ચતમ માધ્યમિક શાળા માં વિધાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમયોજવામા આવ્યો હતો જેમાવિધાર્થીઓ દ્વારા 500 રોપા ઓનુ વૃક્ષારોપણ.કરાયું હતું
આજ ના સમયે જોઈએ તો ગ્લોબલ વોર્મિંગ ના કારણે વાતાવરણ માં ભીષણ ગરમી વ્યાપી રહી છે.. વરસાદ પણ સમયસર આવતો નથી.. આ તમામ બાબતો માટે મનુષ્ય જ જવાબદાર છે. કેમ કે એને પોતાના નિજી સ્વાર્થ માટે વૃક્ષો નું નિકંદન કાઢી નાખ્યું છે.. અને પર્યાવરણ માં ખલેલ પોહચાડી છે.. તો માનવ સભ્યતા ને કુદરત સાથે આત્મીયતા નો સંદેશ આપવા માટે સાગબારા તાલુકા ની નવરચના માધ્યમિક અને ઉચ્ચતમ માધ્યમિક શાળા માં વૃક્ષારોપણ નો કાર્યક્રમ ઉજવવા માં આવ્યોહતો ત્યારે શાળા ના આચાર્ય ફાધર બાલુ પટેલ અને એમના સ્ટાફગણ ની સાથે તમામ વિદ્યાર્થીઓ દ્વારા પર્યાવરણ ને બચાવી રાખવા માટે વૃક્ષોનું શું મહત્વ છે એ વિશે સમાજ માં જાગરૂકતા આવે એ હેતુ થી વૃક્ષો વાવી ને ઉદાહરણ પૂરું પાડ્યું છે.. તેમાં 500 થી પણ વધુ વૃક્ષોનાં રોપા રોપવામાં આવ્યા અને દર વર્ષે વૃક્ષો વાવવા માટે પ્રયત્નશીલ રહેવાનો સંકલ્પ પણ લેવા માં આવ્યોહતો .
રિપોર્ટ :જ્યોતિ જગતાપ , રાજપીપળા
અમારા દરેક ન્યુઝ મેળવવા માટે નીચેના બેલ આઇકોન પર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરો અને મેળવો ન્યુઝ આપના મોબાઈલ લેપટોપ કે પી.સી પર