અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની અતિ વિરાટ પ્રતિમાને નિહાળી અત્યંત પ્રભાવિત થતા ભારતના ચૂંટણીપંચના કમિશનર સુશીલ ચંદ્ર

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની અતિ વિરાટ પ્રતિમાને નિહાળી અત્યંત પ્રભાવિત થતા ભારતના ચૂંટણીપંચના કમિશનર સુશીલ ચંદ્ર

સ્ટેચ્યુ ઓફ યુનિટી , સરદાર સરોવર નર્મદા ડેમ તથા કેક્ટસ ગાર્ડનની મુલાકાત લેતા ભારતના ચૂંટણીપંચના કમિશનર સુશીલ ચંદ્ર

ભારતના ચૂંટણીપંચ કમિશનર સુશીલ ચંદ્રએ આજે નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમની મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં ચૂંટણીપંચના કમિશનરના ધર્મપત્નિશ્રી તેમજ ગુજરાતના સીઈઓ એસ. મુરલી ક્રિષ્ના પણ સાથે જોડાયાં હતાં.
ભારતના ચૂંટણીપંચના કમિશનર સુશીલ ચંદ્રએ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચીને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ સરદાર સાહેબની અતિ વિરાટ પ્રતિમા નિહાળી તેમણે ભાવવંદના કરી હતી. ત્યારબાદ તેઓએ ૪૫ માળની ઉંચાઇવાળી સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરીમાંથી નર્મદા ડેમના ઉપરવાસમાં પાણીની સતત આવકને લીધે ડેમની જળ સપાટીમાં થઇ રહેલા પાણીના વધારાને લીધે ડેમમાંથી પાણીના ઓવરફ્લોનો અદ્દભૂત નજારો પણ તેમણે માણ્યો હતો. તદઉપરાંત વિધ્યાંચલ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળવાની સાથે “મા નર્મદાના” પવિત્ર દર્શન કર્યા હતા. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી-પ્રદર્શન-લાયબ્રેરી અને સરદાર સાહેબના જીવન-કવનને વણી લેતી દસ્તાવેજી ફિલ્મ તથા મેપિંગ પ્રોજેક્શન-લેઝર શો પણ તેમણે રસપૂર્વક નિહાળ્યો હતો.
ભારતના ચૂંટણીપંચના કમિશનર સુશીલ ચંદ્રની આ મુલાકાત દરમિયાન ઇન્ચાર્જ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી ડો જીન્સી વિલિયમ, રાજ્ય ચૂંટણી આયોગના અધિક કલેક્ટર એન.ડી.પરમાર તથા લાયઝન અધિકારી અને નર્મદા જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારી એ.આઈ.હળપતી તથા તેમજ સરદાર સરોવર નર્મદા નિગમના કાર્યપાલક ઇજનેર એ.વી .ગજ્જરે પણ આ મુલાકાતમાં સાથે જોડાઇને જે તે સ્થળ પર તકનીકી વિગતોની જાણકારી આપી ભારતના ચૂંટણી કમિશનરશને જરૂરી વિગતોથી વાકેફ કર્યા હતા.

નીચેના બેલ આઈકોન પર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરો અને મેળવો અમારી દરેક અપડેટ
રિપોર્ટ :-જ્યોતિ જગતાપ , રાજપીપલા

Translate »
%d bloggers like this: