એક ટેબલેટ તથા બાવીશ મોબાઇલ ફોન સહિત કુલ કિ.રૂ. ૩૮,૦૦૦/- ના મુદામાલ સાથે એક ઇસમને ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

ભાવનગર રેન્જ ભાવનગરના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી.અશોકકુમાર યાદવ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૈાડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી.સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ તથા ઘરફોડ ચોરીના અનડીટેકટ ગુન્હાઓ તથા વાહન ચોરીના ગુન્હાઓ ડીટેકટ કરવા માટે સખ્ત સુચના આપેલ.

આજરોજ ભાવનગર એલ.સી.બી. સ્ટાખફનાં માણસો પોલીસ ઇન્સ શ્રી ની સુચના મુજબ ગારીયાઘાર પોલીસ સ્ટેશન વિસ્તાટરમાં ચોરીનાં અનડિટેકટ ગુન્હાઓ ડિટેકટ કરવા અંગે શકદારોની તપાસમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન ગારીયાધાર વાલમ સ્કુલ પાસે પંહોચતા પો.કોન્સ. શક્તિસિંહ જે. સરવૈયાને બાતમીરાહે હકીકત મળેલ કે પરવડી ગેઇટ પાસે એક ઇસમ ઉભો છે. અને તેની પાસે બીલ વગરના મોબાઇલ ફોન છે અને તે વેચવા માટે આવવાનો છે. તેવી ચોક્કસ બાતમી મળતા પરવડી ગેઇટ પાસે આવતા બાતમી વાળો ઇસમ મળી આવતા જેનું નામ સરનામું પુછતા રમેશભાઇ કાળુભાઇ મકવાણા જાતે કોળી ઉવ-૩૬ રહે. હાલ-ખસીયા શેરી,પરવડી તા-ગારીયા ધાર મુળ વતન- પીથલપુર તા- પાલી તાણા જી.ભાવનગર વાળો હોવાનુ જણાવતા મજકુર પાસે એક કાળા કલરની થેલી માંથી નિચે મુજબના એક ટેબ્લેટ તથા સાદા અને એન્ડ્રોઇડ મોબાઇલ ફોન મળી આવેલ
(૧) એક લેનોવા કંપની નું ટેબ્લેટ.કિ.રૂ. ૩૦૦૦/-
(ર) એમ.આઇ.કંપનીનો ફોન કિ.રૂ.૫૦૦૦/-
(૩) સેમસંગ કંપનીનો ફોન કિ.રૂ. ૬૦૦૦/
(૪)ઓપો કંપનીનો ફોન કિ.રૂ.૬૦૦૦/-
(૫)એમ.આઇ.કંપનીનો ફોન કિ.રૂ.૫૦૦૦/-
(૬) ઇન્ટેક્સ કંપનીનો ફોન કિ.રૂ.૩૦૦૦/-
(૭) જીઓની કંપનીનો ફોન કિ.રૂ.૧૦૦૦/-
(૮) માઇક્રોમેક્સ કંપનીનો ફોન કિ.રૂ.૧૦૦૦/-
(૯) સેમસંગ કંપનીનો ફોન કિ.રૂ.૧૦૦૦/-
(૧૦) સેમસંગ કંપનીનો ફોન કિ.રૂ.૫૦૦/-
(૧૧) સેમસંગ કંપનીનો ફોન કિ.રૂ.૫૦૦/-
(૧૨) સેમસંગ કંપનીનો ફોન કિ.રૂ.૫૦૦/-
(૧૩) સેમસંગ કંપનીનો ફોન કિ.રૂ.૫૦૦/-
(૧૪) સેમસંગ કંપનીનો ફોન કિ.રૂ.૫૦૦/-
(૧૫) જિઓ કંપનીનો ફોન કિ.રૂ.૫૦૦/-
(૧૬) સેમસંગ કંપનીનો ફોન કિ.રૂ.૫૦૦/-
(૧૭) ઇન્ટેક્સ કંપનીનો ફોન કિ.રૂ.૫૦૦/-
(૧૮) ઇન્ટેક્સ કંપનીનો ફોન કિ.રૂ.૫૦૦/-
(૧૯) ટેમ્બો કંપનીનો ફોન કિ.રૂ.૫૦૦/-
(૨૦) ટેમ્બો કંપનીનો ફોન કિ.રૂ.૫૦૦/-
(૨૧) માઇક્રોમેક્સ કંપનીનો ફોન કિ.રૂ ૫૦૦/-
(૨૨)એમ.જે.કંપનીનો ફોન કિ.રૂ.૫૦૦
(૨૩) ક્યુ ટેલ કંપનીનો ફોન કિ.રૂ.૫૦૦

ઉપરોક્ત તમામ મોબાઇલ ફોનના તથા ટેબ્લેટ ના બીલ તથા આધારપુરાવા રજુ નહી કરતા મજકુરે ટેબ્લેટ તથા મોબાઇલ ફોન ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાય આવેલ હોય. કુલ કિ.રૂ ૩૮,૦૦૦/નો મુદામાલ શકપડતી મિલકત ગણી તપાસના કામે કબ્જે કરી મજકુરની પુછપરછ કરતા તેણે ઉપરોકત ટેબ્લેટ તથા તમામ મોબાઇલ ફોન સિહોરથી પાલી તાણા ખાતે રૂપિયા માંગવા માટે આવતા ઘુપ વાળા ફકીર પાસેથી તથા પાલીતાણા મા ખાતેથી ચોરી કરેલાનું જણાવેલ છે. અને મજકરુ ઇસમને ગારીયાઘાર પોલીસ સ્ટેશન પોલીસ સબ ઇન્સ શ્રી ને આગળની તપાસ માટે સોપી આપેલ છે.

આ કામગરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. શ્રી.વી.વી. ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી. એન.જી.જાડેજા તથા સ્ટાફના હેડ કોન્સ તિરૂણસિંહ સરવૈયા તથા પો.કોન્સ.શકિતસિંહ સરવૈયા વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતા.

Translate »
%d bloggers like this: