33 વર્ષ સૌથી જૂની ઇંગ્લીશ મીડિયમ સ્કૂલ જીએસએલ પબ્લિક સ્કૂલ ની એકમાત્ર ભાડા કરારપત્ર ન આપવા ના કારણે ધોરણ 9થી 12 માન્યતા રદ કરવાના નીર્ણય સામે વિધ્યાર્થીઓ , વાલીઓ અને શિક્ષકોમા ભારે રોષ

33 વર્ષ સૌથી જૂની ઇંગ્લીશ મીડિયમ સ્કૂલ જીએસએલ પબ્લિક સ્કૂલ ની એકમાત્ર ભાડા કરારપત્ર ન આપવા ના કારણે ધોરણ 9થી 12 માન્યતા રદ કરવાના નીર્ણય સામે વિધ્યાર્થીઓ , વાલીઓ અને શિક્ષકોમા ભારે રોષ
ભાડા કરારપત્ર ન આપવા ના કારણે ધોરણ 9થી 12 માન્યતા રદ કરવાના નીર્ણય સામે વિધ્યાર્થીઓ , વાલીઓ અને શિક્ષકોમા ભારે રોષ
રાજપીપળા મા 33 વર્ષ સૌથી જૂની ઇંગ્લીશ મીડિયમ સ્કૂલ જીએસએલ પબ્લિક સ્કૂલ ની એકમાત્ર ભાડા કરારપત્ર ન આપવા ના કારણે ધોરણ 9થી 12 માન્યતા રદ કરવાના નીર્ણય સામે વિધ્યાર્થીઓ , વાલીઓ અને શિક્ષકોમા ભારે રોષ .
શિક્ષણ સચિવે શાળાસંચાલકોને એક માસ મા અપીલ મા જવાની તક આપી 
ધોરણ 10મા 100%પરિણામ લાવતી શાળા ની માન્યતા પુનઃ ચાલું કરાવવા ભરૂચ ના સાંસદ અને છોટાઉદેપુર ના સાંસદ ગીતાબેન રાઠવાએ શિક્ષણમંત્રી ને પત્ર લખી રજૂઆત કરી
સ્કૂલ સંચાલકો હાઈકોર્ટ મા અપીલમા ગયા 
અમારે બીજી સ્કૂલ મા નથી જવુ વાલી વિધાર્થીઓ અને શિક્ષકો ઉગ્ર આંદોલનની ચીમકી 
સંસ્થા ટૂંક સમય મા વૈકલ્પિક વ્યવસ્થા ક્રી ભાડા કરાર પત્ર આપશે .
શાળાને કોઇ નુકશાન થવા નહીં દઈએ વાલીઓ ને મેનેજમેન્ટ ની હૈયા ધારણ 
રાજપીપલા તા 25
ગુજરાત સ્પિનર્સ ચેરીટેબલ સંચાલિત રાજપીપળાની 33જૂની ઇંગ્લીશ મીડિયમ સ્કૂલ જીએસએલ પબ્લિક સ્કૂલને  એકમાત્ર ભાડા કરારપત્ર ન આપવા ના કારણે ધોરણ 9થી 12 માન્યતા રદ કરવાના નીર્ણય સામે વિધ્યાર્થીઓ , વાલીઓ અને શિક્ષકોમા ભારે રોષફેલાયો છે ખાસ કરી ને નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયુ છે ત્યારે અધવચ્ચેથી શિક્ષણવિભાગ ના અધકચરા નીર્ણયની વાલી , વિધાર્થીઓ અને શિક્ષકો મુશ્કેલી મા મૂકી દેતા વિધાર્થીઓના ભાવિ સાથે ચેડા કરવા ના શિક્ષણ વિભાગ ના અણઘડ નીર્ણય સામે રોષ ફેલાયો છે .ખરેખર આવો કોઇ નીર્ણય વેકેશન મા કે સત્ર શરૂ થતા પહેલા લેવાવો જોઈએ તેને બદલે વર્ષો થી એકજ શાળા મા નોકરી કરતા સ્કૂલ ના 40 જેટલા શિક્ષકોનો પરિવાર રઝળી પડે તેવી સ્થિતિ નુ નિર્માણ થતા શિક્ષકોમા રોષ ફેલાયો છે .
બીજી તરફ શિક્ષણ સચિવે શાળાસંચાલકોને એક માસ મા અપીલ મા જવાની તક આપી છે .
આ અંગે ધોરણ 10મા 100% પરિણામ શાળા ની માન્યતા પુનઃ ચાલું કરાવવા ભરૂચ ના સાંસદ અને છોટાઉદેપુર ના સાંસદ ગીતાબેન રાઠવાએ શિક્ષણમંત્રી ને પત્ર લખી રજૂઆત કરી છે.આ અંગે ભરૂચ ના સાંસદ મનસુખભાઈ વસાવાએ પણ શિક્ષણમંત્રી ને પત્ર લખી  રજૂઆત કરતા  રજૂઆત કરીને જી એસ એલ પબ્લિક સ્કૂલની માન્યતા ચાલું રાખવા અને આ અંગે અન્ય વૈકલ્પિક વ્યવસ્થા માટે વધુ એક વર્ષની મુદત આપવા રજૂઆત કરી છે અને આ અંગે ઘટતુ કરવાની ખાત્રી આપી છે .આ અંગે છોટાઉદેપુર લોકસભા ના મહિલા સાંસદ ગીતાબેન રાઠવાએ શિક્ષણમંત્રી ને પણ રજૂઆત કરતા પોતાના મત વિસ્તાર ની સૌથી જૂનીશાળાહોઈ  એક માત્ર એગ્રીમેન્ટ લેટર ન મળવાને કારણે શાળા ની માન્યતા રદ ન થવી ન  જોઈએ અને મારા વિસ્તારમા  ઓછા ફી થી ચાલતી 33વર્ષ જૂની અને જાણીતી શાળા જેમા  100% પરિણામ લાવતી શહેર ની  ગૌરવવન્તિ  શાળા મારા મત વિસ્તારમા આવતીહોઈ શાળા ના 56 જેટલા બાળકો અને 40જેટલા શિક્ષકો નુ અસ્તિત્વ ન જોખમાય તે માટે શિક્ષણવિભાગ મા ગીતાબેન રાઠવા એ પણ સઘન પ્રયાસો હાથ ધર્યા છે અને ઘટતું કરવાની ખાત્રી આપી હતી
જોકે બીજી તરફ 
સ્કૂલ સંચાલકો હાઈકોર્ટ મા અપીલમા ગયા છે અને જિલ્લા શિક્ષણાધિકારી ને ચલણ ભર્યા ની નકલ સાથે અપીલમા ગયા હોવાની જાણ કરતો પત્ર  સુપ્રત કર્યો હતો 
આ અંગે જીએસએલ મેનેજમેન્ટના  ડાયરેક્ટર હિમાંશુ રોયે જણાવ્યું હતું કે આ બાબતે અમે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગમાં અપીલ મા જઈ રહ્યા છીએ . સાથે કોર્ટમાં જઈને સ્ટે મેળવવા માટે શાળા તરફથી ચક્રો ગતિમાન કરાયા છે.આ શાળાના બાળકો , અને શિક્ષકો નુ અહિત ન થાય એ માટે અમારા સક્રિય પ્રયાસો કર્યા છે જરૂર પડે ટૂંક સમય મા અમે અન્ય વૈકલ્પિક જગ્યા શોધીશુ એગ્રીમેન્ટ આપી દઈશું .વાલીઓને  ખોટી અફવાઓથી દૂર રહેવા વિનંતી કરી છે .અમારી સ્કૂલનુ આ બાબતે  કોર્ટ મેટર પેન્ડિંગ છે .
આ બાબતે નર્મદા જિલ્લા શિક્ષણાધિકારી ડો.નિપાબેન  પટેલે જણાવ્યું હતું કે આ નિર્ણય રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયો છે.શાળા ને એક માસ મા અપીલ મા જવાની તક આપી છે તેઓ અપીલ મા ગયા છે બાળકો નુ  ભવિષ્ય અને શિક્ષણ નહિ બગડવા દઈએ
જોકે  જે બાળકો ની શરૂઆતથી જ બાળકો ની કારકિર્દી  શિક્ષકો એ ઘડી છે તેવા શિક્ષક નો પરિવાર નોકરી વિના રઝળી પડે તો મહો ફાડમોંઘવારીમા  નોકરી પગાર વિના આ ગુરૂ જનો અને તેમના પરિવાર નુ શુ થશે એની કોઈએ ચિંતા નથી કરી .અને શિક્ષણપ્રેમીઓ , સમાજ ના મોભીઓ કે બુધ્ધિજીવીઓ પણ આગળ આવે અને   એગ્રીમેન્ટ માટે તથા અન્ય વૈકલ્પિક જગ્યા શોધવા માટે વધુ થોડી મુદત આપેતેવી માંગ થઈ છે .
રિપોર્ટ :જ્યોતિ  જગતાપ , રાજપીપળા 
અમારા દરેક ન્યુઝ મેળવવા માટે નીચેના બેલ આઇકોન પર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરો અને મેળવો દરેક લાઈવ અપડેટ તમારા મોબાઈલ પર
Translate »
%d bloggers like this: