એકમ કસોટીના અનુસંધાને રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને સી.આર.સી., બી.આર.સી. સાથે ઓનલાઇન વાર્તાલાપનું આયોજન
એકમ કસોટીના અનુસંધાને રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને સી.આર.સી., બી.આર.સી. સાથે ઓનલાઇન વાર્તાલાપનું આયોજન
એકમ કસોટીના અનુસંધાને રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને સી.આર.સી., બી.આર.સી. સાથે ઓનલાઇન વાર્તાલાપનું આયોજન કર્યું હતું. તારીખ ૨૯-૩૦ જુલાઇથી ચાલુ થનારી એકમ કસોટી બંધ રાખવા માટે અમુક રજૂઆતો થઇ હતી. તેનાં અનુસંધાને જ ઓનલાઇન વાર્તાલાપનું આયોજન કર્યું.
મેં જણાવ્યું કે, જયારે No Detention ( નાપાસ નહીં કરવા) પૉલીસી હતી ત્યારે વિદ્યાર્થી કોઇપણ પરીક્ષા આપ્યા સિવાય સીધા ધોરણ ૯ અને પછી સીધા બોર્ડની પરીક્ષામાં બેસતો હોઇ પોતાનામાં શું કચાસ છે? ક્યાં ક્યાં કચાસ છે, તે જાણવાનો અવકાશ જ ન હતો.
એકમ કસોટી એ જાણવાનો અવકાશ અને તક આપે છે અને તેની પૂર્તિ કરવાનો સમય પણ આપે છે, જેના ફાયદા ઘણા જ છે. વળી, કોરોના વેકેશનમાં પણ શિક્ષણ કામનું સાતત્ય જળવાઇ રહે તે પણ તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
આપણે લોકડાઉનના કપરા સમયમાં ૯૦ લાખથી વધુ ધોરણ ૧૦-૧ર ની બોર્ડની અલગ અલગ વિષયની ઉત્તરવહીઓ તપાસીને દેશનમાં પ્રથમ રહ્યા, તો હવે તો અનલોકની પરિસ્થિતિ છે તેવા સંજોગોમાં એકમ કસોટી બંધ રાખવી કેટલી વ્યાજબી છે.
શિક્ષણમાં ગુણવત્તા સુધારવામાં આપણી મહેનત સફળ થશે જ. કરેલું ક્યારેય ફોગટ જતું નથી, તેવું પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજી કહેતા હતા. તેમ કહી મેં સૌને કરેલા કામના અભિનંદન અને હવે પછીના કામ માટે શુભેચ્છા પાઠવી.